એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 April 2026

એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી

અમદાવાદ,શનિવાર

શહેરના જમાલપુરમાં આવેલી તાનગર વાડમાં એક પરિવારના ત્રણ સભ્યોએ  સામાન્ય તકરારની અદાવત રાખીને મારામારી કરીને ૭૫ વર્ષના વૃદ્ધને માથામાં પાઇપના ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે.

આ બનાવની વિગતો એવી છે કે જમાલપુરમાં આવેલી મોટી પોળ તાનગર વાડમાં રહેતા જરગુલખાન પઠાણે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના ઘર પાસે રહેતા સલીમખાન પઠાણના બાઇક સાથે તેમના સ્કૂટર અથડાવાના મામલે તકરાર થઇ હતી. આ સમયે સલીમખાને ધમકી આપી હતી.  જો કે શનિવારે સાંજે જરગુલખાનના પિતા મહેબુબખાન પઠાણ નમાઝ પઢી પરત આવી રહ્યા હતા ત્યારે સલીમખાન પઠાણ, તેના પિતા ઇકબાલખાન અને  ઇકબાલખાનની પત્ની હનીફાએ મહેબુબખાન પઠાણને રોક્યા હતા અને મારામારી કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zCIxF52

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages