અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 9 April 2026

અમદાવાદઃ શેરબજારમાં 20% વળતરની લાલચ આપી ₹32 કરોડની ઠગાઈ, એમ.પી ફિનકોર્પના માલિક, પત્ની અને માતાની ધરપકડ


Stock Market Scam In Ahmedabad: અમદાવાદમાં શેરબજારમાં 15થી 20 ટકાના ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવાના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એમ.પી. ફિનકોર્પ સર્વિસીસના મિહિર પરીખ અને તેના મળતિયાઓએ ડમી એપ્લિકેશન, બોગસ લેટરપેડ અને ખોટા દસ્તાવેજો ઊભા કરીને અનેક લોકો સાથે અંદાજે 32 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ગઈકાલે (આઠમી એપ્રિલ) એક કંપનીના માલિક સાથે 1.07 કરોડ રૂપિયા અને અગાઉ અન્ય એક વેપારી સાથે 4 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈની ફરિયાદો નોંધાયા બાદ પોલીસે મિહિર પરીખ તેની પત્ની અને માતા ધરપકડ કરી લીધી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cdSEnVW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages