
- દિલ્હી પોલીસને દેશવ્યાપી નેટવર્કમાં વધુ જાસૂસોની સંડોવણીની આશંકા
- પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી એજન્સી આઈએસઆઈના ઈશારે અનેક રાજ્યોમાં સીસીટીવી સર્વેલન્સનું ષડયંત્ર રચાયું હતું
નવી દિલ્હી : દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં ફેલાયેલું એક ખતરનાક જાસૂસી રેકેટ દિલ્હી પોલીસે પકડી પાડયું છે. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે જો આ રેકેટ સમયસર ઝડપાયું ન હોત તો દેશમાં અકલ્પનીય આતંકી હુમલા થયા હોત. આ ખતરનાક રેકેટ પાછળ આઈએસઆઈસનો હાથ હતો. પાકિસ્તાનમાં બેસીને આઈએસઆઈના નાપાક અધિકારીઓ સીસીટીવી ફૂટેજના આધારે ભારતીય લશ્કરની ગતિવિધિ પર નજર રાખતા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jP4rnG2
No comments:
Post a Comment