અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 17 March 2026

અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી


NSUI Protest : અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં મંગળવારે(17 માર્ચ) નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા(NSUI) દ્વારા સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ગેસના ભાવવધારાને 'અન્યાયી' ગણાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચીમકી આપી હતી કે જો ભાવ પાછા ખેંચવામાં નહીં આવે તો શહેરના તમામ 48 વોર્ડમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

60 રૂપિયાનો ભાવવધારો પડતા પર પાટું સમાન

વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, એક તરફ જનતા પહેલેથી જ મોંઘવારીથી પીસાઈ રહી છે, ત્યારે ગેસના ભાવમાં ફરીથી 60 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને મધ્યમ વર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zYkUFgc

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages