
ગેસ ટ્રેબલના કારણે મુશ્કેલી સર્જાઈ
માંગ વધતાં હવે તો કોલસાની કિંમત પણ બમણી થઈ ગઈ છે ઃ ભોજન અને નાસ્તાનું મેનુ ટૂંકાવી દેવાયું
મુંબઈ - ઈરાન- અમેરિકા યુધ્ધને પાયે ગેસની અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ હોવાથી દક્ષિણ મુંબઈની સરકારી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ માટે કેન્ટીનમાં કોલસાની મોટી મોટી સગડીઓ પર રસાઈ બનાવવામાં આવી રહી છે. છેલ્લાં ત્રણ અઠવાડિયાથી આ રીતે કોલસાની સગડી અને ચૂલા ઉપર આંધણ ચડાવવામાાં આવે છે.
કેન્ટીનના સંચાલક નાગરાજના જણાવ્યા પ્રમાણે સિલિન્ડર મળતા ન હોવાથી આ રીતે કોલસાની સગડી પેટાવીને રાંધવાનો વારો આવ્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AKzyheb
No comments:
Post a Comment