રાંધણ ગેસના સિલિન્ડરોની ખેંચને કારણે ટિફિન સર્વિસને ફટકો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 24 March 2026

રાંધણ ગેસના સિલિન્ડરોની ખેંચને કારણે ટિફિન સર્વિસને ફટકો


ગેસ વિના ગામેગામ ગરબડ

કેટલાક સર્વિસ બંધ કરવાને આરે ઃ કેટલાકે ઇલેક્ટ્રિક સગડીનો વપરાશ શરૃ કર્યોઃ ટિફન પર જ નભતા હજારો લોકોને હાલાકી

મુંબઇ - અમેરિકા- ઇરાન યુદ્ધને કારણે ગેસ અને ઇંધણની સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટીનો મોટો ફટકો મુંબઇ મહાનગરની ખાનગી ટિફિન સર્વિસને પડયો છે. ઘણાં ટિફિન સર્વિસવાળા ગેસ સિલિન્ડરોની ખેંચને લીધે થોડા વખત માટે ટિફિન સેવા બંધ કરવાની તૈયારીમાં છે જ્યારે કેટલાક કોલસો અને લાકડા બાળીને તેમજ ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરીને જેમતેમ ગાડું ગબડાવી રહ્યાં છે.

એક  બાજું હોટેલો અને રેસ્ટોરાં બંધ પડવા માંડયા છે જ્યારે બીજી તરફ ઘર જેવું જ જમવાનું ટિફિનમાં મોકલવાવાળા બે છેડા ભેગા કરવાની ભારે મથામણ અનુભવી રહ્યાં છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rOgCev5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages