બાપુનગરમાં એમડી ડ્રગ્સ સાથે યુવક અને યુવતીને ઝડપી લેવાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 12 March 2026

બાપુનગરમાં એમડી ડ્રગ્સ સાથે યુવક અને યુવતીને ઝડપી લેવાયા

અમદાવાદ, ગુરૂવાર

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાપુનગરમાં એક યુવક અને યુવતીને ૨૦૦ ગ્રામ એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને લીવ ઇનમાં રહેતા હતા અને અગાઉ ગત જાન્યુઆરી મહિનામાં સ્પેશીયલ ઓપરેશન ગુ્રપ દ્વારા  પણ એમ ડી ડ્રગ્સ સાથે ઝડપાઇ ચુક્યા હતા. આ અંગે એસએમસીએ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના સરસપુરમાં આવેલી પટેલની ચાલીમાં રહેતો દિપક વાઘેલા અને તેની સાથે રહેતી યુવતી એમ ડી ડ્રગ્સનો કારોબાર કરતી હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને મળી હતી. જેના આધારે બુધવારે રાતના સમયે    બાપુનગર સોનેરિયા બ્લોક પાસે વોચ ગોઠવીને બાઇક પર જતા દિપક અને  રૂબીના મીરઝા નામની યુવતીને ઝડપી તપાસ કરતા તેમની પાસેથી ૨૦૦ ગ્રામ એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dCkFhoO

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages