યાત્રી કાર્ડ કઢાવવાના નામે ઠગાઇ કરતી ગેંગના બે સાગરિતો અંતે ઝડપાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 12 March 2026

યાત્રી કાર્ડ કઢાવવાના નામે ઠગાઇ કરતી ગેંગના બે સાગરિતો અંતે ઝડપાયા

અમદાવાદ, ગુરૂવાર

કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોને યાત્રી કાર્ડ કઢાવવાના નામે નાણાં પડાવનાર ગેંગ અને નકલી ટિકિટ આપીને છેતરપિંડી કરનાર ગઠિયાને ઝડપી લેવામાં રેલવે પોલીસને સફળતા મળી છે. ઝડપાયેલા આરોપીઓએ કાલુપુર રેલવે સ્ટેશન જ નહી પણ અન્ય અન્ય શહેરોના રેલવે સ્ટેશનોમા ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હોવાની વિગતો પ્રાથમિક પુછપરછમાં જાણવા મળી છે.

મુળ બિહારના ગોપાલગંજ જિલ્લામાં રહેતો સંજય કેસરી અમરેલી ખાતે નોકરી કરે છે. હોળીના તહેવારની રજામાં તેને વતનમાં જવાનું હોવાથી બાર દિવસ પહેલા અમદાવાદ કાલપુર રેલવે સ્ટેશન પર  ટિકિટ બુક કરાવવા માટે આવ્યા હતા. ટિકિટ બારી સામે રીક્ષા સ્ટેન્ડ પર ઉભેલા બે વ્યક્તિઓએ તેમની પાસે આવીને જણાવ્યું હતું કે રેલ યાત્રી કાર્ડ કઢાવી લો એટલે તમને કોઇ દંડ નહી કરે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HuYgpQs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages