અમદાવાદ,રવિવાર
શહેરના વેજલપુરમાં રહેતો અને ફાર્મા કંપનીમાં એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતા યુવકને શેરબજારમાં ૨૨ લાખનું રોકાણ કરાવીને તેની સામે અઢી કરોડનો નફો દર્શાવીને તે ઉપાડવા માટે બીજા ૩૧ લાખની માંગણી કરવામાં આવતા યુવકને શંકા ગઇ હતી અને વધુ પુછપરછ કરતા ગઠિયાઓએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
વેજલપુરમાં આવેલા સુપ્રભ એપાર્ટમેન્ટમાં રહેતા સચીન કાકડ ફાર્મા કંપનીમાં સિનિયર એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમને થોડા દિવસ પહેલા વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેની લીંક ખોલતા એક ગુ્રપમાં એડ થયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/g2qFkPz
No comments:
Post a Comment