દર્દીની સારવાર કરવા ગયેલા ડોક્ટર ઉપર સ્ટીલના દંડાથી હુમલો કરી લોહી લુહાણ કર્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 21 March 2026

દર્દીની સારવાર કરવા ગયેલા ડોક્ટર ઉપર સ્ટીલના દંડાથી હુમલો કરી લોહી લુહાણ કર્યા

અમદાવાદ, શનિવાર

એરપોર્ટ પાસે હાંસોલ વિસ્તારમાં મારા મારી થતાં યુવકની સારવાર માટે ડોક્ટર તેના ઘરે ગયા હતા. જ્યાં ડોક્ટરને પડોશી આરોપીને ઠપકો આપતા તેણે કહ્યું કે તું જે કરવા આવ્યો હોય તે કર વધારે બોલવાનું નહી કહીને આરોપીએ ડોક્ટર અને જેના ઘરે સારવાર માટે ગયા હતા તે તમામ ઉપર આરોપીએ સ્ટીલના પાઇપથી હુમલો કરી ડોક્ટરને લોહી લુહાણ કર્યા હતા. ડોક્ટર અને મહિલા સહિત ચાર જણાને સારવાર માટે દાખલ કરાયા છે. ડોક્ટરના માથામાં ૧૬ ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yHifnvk

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages