બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ સાથે યુવતી અને એજન્ટો વિરૂદ્ધ ફરિયાદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 18 March 2026

બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ સાથે યુવતી અને એજન્ટો વિરૂદ્ધ ફરિયાદ

અમદાવાદ, બુધવાર

અમદાવાદમાં આવેલી પાસપોર્ટ ઓફિસમાં પોર્ટુગલનો પાસપોર્ટ ધરાવતી યુવતીએ  ભારતના વિઝા માટેની અરજી કરતા ઇમીગ્રેશન અધિકારીને શંકા જતા પાસપોર્ટ સિવાય અન્ય દસ્તાવેજ તપાસવા માંગતા નકલી પાસપોર્ટ અંગેના કૌભાંડની પર્દાફાશ થયો હતો. આ અંગે  ઇમીગ્રેશન અધિકારીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં  ઇમીગ્રેશન અધિકારી તરીકે ફરજ બજાતવતા ઇશિતા ઠક્કરે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  પાસપોર્ટ ઓફિસમાં તેમને ભારતના વિઝા મેળવવા માટે ઓનલાઇન અરજી આવી હતી. આ અરજી નિશા જગન (રહે. માજીયા મહોલ્લા, વાપી, વલસાડ)  તેને પોર્ટુગલ પાસપોર્ટના આધારે ભારતના વિઝા માંગ્યા હતા અને કેન્સલ કરેલો ભારતીય પાસપોર્ટ પણ આપ્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WK4VIjH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages