અમદાવાદ, શનિવાર
શહેરના વેજલપુરમાં રહેતા સિનિયર સિટીઝનને તેમના પુત્રને દુબઇ પાર્સલ મોકલવાનું હોવાથી ગુગલ પરથી ડીએચએલ કુરીયર કંપનીનો નંબર મેળવ્યો હતો અને કોલ કરનારે તેમનો માણસ મોકલી આપવાનું કહીને ટોકન માટે પાંચ રૂપિયા ઓનલાઇન મંગાવ્યા હતા. બે દિવસ બાદ તેમના મોબાઇલને હેક કરીને એકાઉન્ટમાંથી બે લાખ ઉપાડીને છેતરપિંડી કરી હતી. આ અંગે વેજલપુર પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે.
વેજલપુરમાં આવેલા શાંતીસદન એપાર્ટમેન્ટમાં રહેતા ૬૬ વર્ષીય પંકજભાઇ ખમાર નિવૃત જીવન પસાર કરે છે. તેમનો પુત્ર રવિ દુબઇમાં રહે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/C9ASpIF
No comments:
Post a Comment