જગતપુર સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 13 March 2026

જગતપુર સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો



અમદાવાદ, શુક્રવાર

શહેરના જગતપુર ગોદરેજ ગાર્ડન સીટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં પીસીબીએ દરોડો પાડીને મુખ્ય સંચાલક સહિત જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રોકડ અને કાર સહિત કુલ રૂપિયા ૨૫ લાખના મુદ્દમાલ સાથે ઝડપી લીધા હતા.  વિસ્મય પંડયા નામનો વ્યક્તિ જુગારીઓ પાસે સેશન પ્રમાણે કમિશન લઇને જુગારનો અડ્ડો ચલાવતો હતો.

જગતપુર ગોદરેજ ગાર્ડન સીટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં રહેતો વિસ્મય પંડયા નામનો વ્યક્તિ બહારથી લોકોને બોલાવીને સેશન પર કમિશન લઇને મોટાપ્રમાણમાં જુગારનો અડ્ડો ચલાવતો હોવાની માહિતી પીસીબીને મળી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/v91wmnc

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages