અમદાવાદ, ગુરુવાર
કૃષ્ણનગરમાં રહેતા અને મ્યુનિ કોર્પોરેશનની ઢોર પાર્ટીમાં નોકરી કરતા કર્મચારીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નરોડા ખાતે રહેતા મિહીર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે તેઓ બુઘવારે તેમની ટીમ સાથે નરોડાના મોટા ઠાકોર વાસ અને ભરવાડવાસ પાસેથી રોડ ઉપર રખડતી ત્રણ ગાયોને પકડી ટ્રેક્ટરમાં ચઢાવતી વખતે ગાયો ભગાડી દીધી હતી.
કૃષ્ણનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી
જોકે, બાદમાં ટીમે ફરીથી ગાયો પકડી હતી ફરિયાદી ઘર પાસે પહોચ્યા ત્યારે આરોપીઓએ લાકડી વડે હુમલો કરી બરડામાં અને જમણા હાથે ફટકા માર્યા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PeyHsNE
No comments:
Post a Comment