અમદાવાદ, શુક્રવાર
આગામી રવિવારે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ વિશ્વ કપની ફાઇનલ મેચ યોજાશે. જે અનુસંધાનમાં અમદાવાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં જેસીપીના સુપરવિઝનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત બે હજાર પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત, સ્ટેડિયમની આસપાસ તેમજ સ્ટેડિમયમમાં રહેલા કુલ ૩૦૦થી વધુ કેમેરાથી ખાસ કંટેલરૂમથી નજર રાખવામાં આવશે. મેચમાં મોટાપ્રમાણમાં વીવીઆઇપી આવવાના હોવાથી પ્રોટોકોલ અને સુરક્ષાના અનુસંધાનમાં સિનિયર આઇપીએસ અધિકારીને પણ ખાસ જવાબદારી સોંપી છેે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/M8YQLX5
No comments:
Post a Comment