અમદાવાદ,રવિવાર
અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને સ્થાનિક પોલીસે સરખેજ, રામોલ અને અમરાઇવાડી સહિતના વિસ્તારમાં શનિવારે કોમ્બીંગ નાઇટ દરમિયાન ૧૦૦થી વધુ ગુના નોંધીને કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો વિરૂદ્ધ તપાસ કરવામાં આવી હતી. અમદાવાદના રામોલ, અમરાઇવાડી અને સરખેજ વિસ્તારમાં ક્રાઇમબ્રાંચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ કોમ્બીંગ નાઇટમાં મોટાપ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં પોલીસે ૧૦૦ જેટલી કાર અને ટુ વ્હીલરમાં ચેકિંગ કરીને એમવી એક્ટ હેઠળ ૫૮ કેસ નોંધાયા હતા. જ્યારે દારૂ પીધેલી હાલતમાં ૧૦ શખ્સો અને દારૂના જથ્થા સાથે ૪ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gdIWu7B
No comments:
Post a Comment