અમદાવાદ, સોમવાર
બાપુનગરમાં અંસારનગર ખાતે રહેતો યુવક ગઇકાલે બપોરે તેની સોસાયટી પાસેના મેદાનમાંથી પસાર થતો હતો ત્યારે બાપુનગરમાં રહેતા બે શખ્સોએ તેને રોક્યો હતો અને આ જગ્યા મારી છે તારે અહીથી નીકળવું નહી કહીને યુવક પર તલવાર અને પાઇપથી હુમલો કર્યો હતો. શરીરે ગંભીર ઇજાઓ થતાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
તારે અહીથી નીકળવું નહી કહીને યુવક પર તલવાર અને પાઇપથી હુમલો કર્યો
ગંભીર રીતે ઘાયલ યુવકને પ્રથમ બે ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલમાં દાખલ કરરતા માથામાં તલવારના ઘા માર્યા હોવાથી નવ ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/o8QEN5c
No comments:
Post a Comment