
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
ગુજરાત સરકારને યોગ્ય લાગે તો જાહેરનામું બહાર પાડીને મહિલાઓને રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીના ગાળામાં એટલ ેકે રાતપાળીમાં નોકરી પર આવવાની ફરજ ન પાડી શકે તેવી જોગવાઈ દાખલ કરી શકશે. તેમ જ મહિલા કામદારોના રોજગાર પર નિયમન કરી શકશે, એમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બહાર પાડેલા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો)અધિનિયમ ૨૦૧૯માં સુધારા જાહેર કરતો વટહુકમ બહાર પાડયો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સહી સાથે આજે આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. વટહુકમમાં સમાન કામ માટે સમાન વેતન આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uOtIdJB
No comments:
Post a Comment