રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 16 February 2026

રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ

અમદાવાદ,સોમવાર

રાજસ્થાનમાં ગેરકાયદે ગાંજાની ખેતી કરીને અમદાવાદ તેમજ ગુજરાતના અન્ય શહેરોમાં ડ્રગ્સનો કારોબાર કરતા માફિયાઓ સાથે મળીને વેચાણ કરવાના કૌભાંડનો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ અને રાજસ્થાનમાં રહેતા ચાર શખ્સોને પાલનપુર-આબુ હાઇવે પર વોચ ગોઠવીને રૂપિયા ૧૦ લાખની કિંમતનો ૨૦ કિલો ગાંજો જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.


સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે સોમારામ પારગી અને તેના મળતિયા કૈલાશ બુબડિયા સાથે મળીને ગાંજો રાજસ્થાનથી અસલાલીમાં રહેતા ભરત ઠાકોર અને કમલેશ વાઘેલાને આપવાનો છે. જેના આધારે આબુ-પાલનપુર રોડ પર આવેલી એક હોટલ પર વોચ ગોઠવવવામાં આવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GpDnHMW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages