અમદાવાદ, શુક્રવાર 
જુહાપુરામાં રહેતી મહિલાએ પતિ સાથે છૂટાછેડા લેવા માટે પોલીસમાં અરજી કરી હતી. જેથી જમાલપુરમાં રહેતા કાકાએ વચ્ચે રહીને સમાધાન કરાવ્યું હતું, ત્યારબાદ છૂટાછેડા નહી લેવાનું કહીને મહિલાના કાકા અને જીજાજીએ ઘરમાં ગોંધી રાખી પટ્ટાથી માર મારીને ટ્રીમરથી માથાના વાળ કાપી કાઢ્યા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જમાલપુરમાં રહેતા કાકા અને જીજાજી સામે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જુહાપુરામાં રહેતી મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં જમાલપુર અને બહેરામપુરામાં રહેતા બે લોકો ફરિયાદ નોંધાવી છે કે મહિલાના લગ્ન વર્ષ ૨૦૧૮માં પાંચકુવા ખાતે રહેતા યુવક સાથે થયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JVKmGnq
No comments:
Post a Comment