સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 6 February 2026

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા

અમદાવાદ, શુક્રવાર

ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં લાઇન કરાવવા બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઇ હતી જેની અદાવત રાખીને વિદ્યાર્થીએ જ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારીને બટન તોડીને માર માર્યો હતો. એટલું જ નહી અગલી બાર ઐસા કુછ કિયા તો તુજકો જાન સે માર દેગે તેવી ધમકી આપી હતી. આ જ સેવન્થ ડે સ્કૂલમાં વર્ષ પહેલા વિદ્યાર્થીની હત્યા થઇ હતી જેને લઇને વહીવટ સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો ત્યારે વાલીઓને સલામતીની ખાતરી આપવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થતા આગલા દિવસે ધમકી આપી હતી સ્કૂલતંત્રને લેખિતમાં અરજી આપવામાં આવી હતી છતા કાર્યવાહી ન કરાતા હુમલાની ઘટના બની હતી જેથી સ્કૂલ દ્વારા આપવામાં આવેલા સુરક્ષાના દાવાના લીરેલીરા ઉડયા હતા.  આ અંગે સગીર વિધાર્થીના પિતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિધાર્થી સામે ફરિયાદ નોંધાવી છે. 

ખોખરાની સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક વહીવટ લીધા બાદ પણ કોઇ ફરક ના પડયો ઃ વાલીઓને સલામતીની ખાતરીના લીરેલીરા ઉડી ગયા



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WXrgmU2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages