અમદાવાદ,રવિવાર
શહેરના પીરાણા ચાર રસ્તા પાસે પીસીબીના સ્ટાફે બાતમીના આધારે ટ્રાફિક રોકીને દારૂનો જથ્થો લઇને જતા બુટલેગરને પકડવા જતા તેણે કાર લઇને નાસવા જતા અકસ્માત કર્યો હતો. જો કે પોલીસે ઝડપીને ૯૦૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બારેજાથી દારૂનો જથ્થો લઇને યુવકને શાહીબાગ-અસારવામાં રહેતા બુટલેગરને સપ્લાય કરવા માટે જતો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
નારોલ-વિશાલા હાઇવે પરથી એક વ્યક્તિ કારમાં દારૂનો મોટો જથ્થો લઇને પીરાણા ચાર રસ્તાથી જમાલપુર તરફ જવાનો હોવાની બાતમી પીસીબીના પીઆઇ જે પી જાડેજાને મળી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OqvuRDw
No comments:
Post a Comment