અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 14 February 2026

અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ


Ahmedabad News: વેલેન્ટાઇન ડેના દિવસે અમદાવાદના નારોલ-વટવા રોડ પર અકસ્માત થતાં 24 વર્ષીય આશાસ્પદ યુવકનું કચડાઈને મોત નીપજ્યું છે. વટવા વિસ્તારમાં રહેતો અનુજ અનિલભાઈ પ્રજાપતિ તેના મિત્ર નીતિશ સાથે બાઈક પર સવાર થઈને વટવાથી નારોલ શાહવાડી તરફ જઈ રહ્યો હતો. જે વખતે નારોલ શનિદેવ મંદિર પાસે આવેલી અંબિકા ફેક્ટરી નજીક તેની આગળ જઈ રહેલા વાહન ચાલકે અચાનક બ્રેક મારતા નીતિશે પણ પોતાના બાઇકની શોર્ટ બ્રેક મારી હતી, જેના કારણે બાઇક સ્લિપ થઈ ગયું હતું, સવાર બંને મિત્રો રોડ પર પટકાયા હતા.

108ની ટીમે અનુજને મૃત જાહેર કર્યો

સામાન્ય લાગતો અકસ્માત એ સમયે ગંભીર બન્યો જ્યારે બાઇક પરથી નીચે પડેલા અનુજ પર પાછળથી પૂરઝડપે આવી રહેલી આઇશર 407 ટ્રક (GJ27TD2678) ફરી વળી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Lh1u5c7

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages