
- હજારો લોકોએ આખી રાત કડકડતી ઠંડીમાં હાઈવે પર વિતાવી
- ભૂખ-તરસથી લોકો બેહાલ: શૌચાલયના અભાવે કફોડી સ્થિતિ: ગેસ લીકેજ બંધ કરવા એનડીઆરએફ તથા ઓઈલ કંપનીઓની મદદ લેવાઈ: જૂનો હાઈવે પણ જામ
મુંબઈ : મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ વિભાગમાં ગઈકાલે મોડી સાંજે એક ગેસ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ તેમાંથી ગેસ લીકેજ થવાના કારણે ૨૪ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક ખોરવાયો હતો.હજારો વાહનો આ ટ્રાફિક જામમાં અટવાઈ ગયાં હતાં. કાર, બસ સહિતના વાહનોમાં પ્રવાસ કરતા હજારો લોકોએ મંગળવારની આખી રાત ઘાટ વિસ્તારમાં કડકડતી ઠંડીમાં ભૂખ્યા તરસ્યા વિતાવી હતી. ખોરાક, પાણી વિના લોકો ટળવળ્યા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/G8SUoOs
No comments:
Post a Comment