ધંધુકામાં રૂ.૧.૨૦ લાખની લેતા નાયબ કાર્યપાલક ઇજનેરની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 2 May 2024

ધંધુકામાં રૂ.૧.૨૦ લાખની લેતા નાયબ કાર્યપાલક ઇજનેરની ધરપકડ

અમદાવાદ, ગુરૂવાર

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેરને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ રૂપિયા ૧.૨૦ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો.    વૈભવ શ્રીવાસ્તવ નામના અધિકારીએ કોન્ક્ટ્રાક્ટરના બિલ પાસ કરવાના બદલામાં લાંચની માંગણી કરી હતી. આ અંગે એસીબીએ વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં રહેતા એક વ્યક્તિ કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી કરે છે. તેમણે ધંધુકા તાલુકામાં આવેલા ૫૪ જેટલા ગામોમાં પાણી પુરવઠાની પાઇપલાઇનનું રીપેરીંગનું કામ કર્યું હતું. જેના બિલ ધંધુકામાં આવેલી પાણી પુરવઠા અને ગટસ્ વ્યવસ્થા બોર્ડની કચેરીમાં પાસ કરાવવા માટે મોકલ્યા હતા. જે બિલ પાસ કરવવાના બદલામાં નાયબ કાર્યપાલક ઇજનેર વૈભવ શ્રીવાસ્તવે કોન્ટ્રાક્ટર પાસેથી  પ્રતિમાસ રૂપિયા ૪૦ હજાર લેખે ત્રણ મહિનાના કુલ ૧.૨૦ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે અંગે  એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા ગુરૂવારે સાંજના સમયે  વૈભવ શ્રીવાસ્તવની ઓફિસમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં તે રૂપિયા ૧.૨૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. આ અંગે  એસીબીએ વધુ તપાસ શરૂ કરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Y7tKVfa

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages