કોંગ્રેસે ચૂંટણી પરિણામ પહેલાં જ પરાજય સ્વીકારી લીધો છે : મોદી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 20 April 2024

કોંગ્રેસે ચૂંટણી પરિણામ પહેલાં જ પરાજય સ્વીકારી લીધો છે : મોદી


- મહારાષ્ટ્રના પરભણી- નાંદેડમાં વડાપ્રધાનની ચૂંટણી સભા

- ઈલેકશન રિઝલ્ટ બાદ વિપક્ષી નેતાઓ એકબીજાના કપડાં ફાડી નાખશે

મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસને એક એવો વેલો ગણાવ્યો જેનું મૂળ કે ડાળી નથી અને જેઓ તેને ટેકો આપે છે. તેઓ ફેંકાઈ જાય છે. એટલે કે ચૂકવી નાંખે છે. લોકોએ વિકસીત ભારત અને વિકસીત મહારાષ્ટ્રનો લક્ષ્યોને સાકાર કરવા માટે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનથી સાવચેત રહેવા તેમણે જણાવ્યું હતું. બાકી તો કોંગ્રેસે ચૂંટણી પરિણામ પહેલાં જ હાર સ્વીકારી લીધી છે.

એટલું જ નહિ ૪ જૂને ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ એવું લાગે છે કે વિપક્ષોના ઈન્ડિયા આઘાડીના નેતા અંદરો અંદરી લડીને એકબીજા કપડા ફાડી નાંખશે. તમારો મત આવા લોકો વેડફી નાંખશો નહિ એમ કહીને મતદારોને જાગ્રત રહેવા કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં બે રેલીઓને સંબંધિત કરનાર મોદીએ પ્રથમ નાંદેડ બાદ પરભણીની લોકસભાની બેઠક પર એન.ડી.એ.ના સાથી રાષ્ટ્રીય સમાજ પક્ષના મહાદેવ જાનકર ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું છે. તેમના પ્રચાર માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાનકરને નાનોભાઈ કહીને ખૂબ જ પ્રશંસા કરી હતી અને રેલી સંબોધતા મોદીએ વર્ષ ૨૦૨૪ની ચૂંટણી માત્ર સરકાર રચવા માટે નથી પરંતુ ભારતને વિકસિત અને સ્વ. નિર્ભર બનાવવા માટે છે.

રાજ્યમાં પરભણીની રેલીમાં મોદી આજે દેશમાં પ્રથમ તબક્કામાં થયેલા મતદાનમાં સહભાગી થયેલા મતદારોનો આભાર માન્યો હતો અને એન.ડી.એ.ને તરફી મતદાન થયું છે. માત્ર કોઈને પણ મતદાન જરૂર કરો. હાલમાં અસહ્ય ગરમી તેમજ લગ્નગાળો છે. ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા છે. દેશની બોર્ડર જવાનો ઊભો પગે તહેનાત છે. તો મતદારોમાં જાગૃતિ હોવી જોઈએ. આપણા દેશનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે મતદાન કરો. લોકશાહી માટે ફરી આગ્રહ કરું છું કે મોટા પ્રમાણમાં મતદાન કરો એમ વડાપ્રધાન મોદીએ અપીલ કરી હતી.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષો માટે વડાપ્રધાન પ્રધાન પદ માટે યોગ્ય ચહેરો નથી. તો પણ દેશ કોના હાથમાં સંભાળવા આપવો એવો સવાલ ઈન્ડિયા આઘાડીને કર્યો હતો. વિપક્ષને ચૂંટણી લડવામાં હિંમત નથી. તેઓને ઉમેદવાર મળતા નથી. તેમના નેતાઓ પ્રચાર કરવા જતા નથી. દેશની ૨૫ ટકા બેઠક પર વિપક્ષો એટલે કે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ એકબીજા વિરુધ્ધ ચૂંટણીના મેદાનમાં ઉમેદવારો ઉતાર્યા છે. જે ઈન્ડિયા આઘાડીના ઘટક પક્ષો એકબીજા પર વિશ્વાસ કરી શકતા નથી. એવા ઉપર કેવી રીતે વિશ્વાસ મુકાશે. આ ચૂંટણીમાં તેઓને પાઠ ભણાવવો જરૂરી છે એમ વડાપ્રધાન ભારપૂર્વક જણાવ્યું હતું.

કોંગ્રેસના યુવરાજને (રાહુલ ગાંધી) હવે કેરળના વાયનાડમાં પરાજ્ય દેખાય છે. આથી યુવરાજ ફરી બીજા બેઠક પરથી ચૂંટણી લડશે. અગાઉ અમેઠી પરથી નાસી ગયા અને હવે વાયનાડથી પાછી પાની કરી રહ્યા છે. કોંગ્રેસ પરિવાર ખુદ કોંગ્રેસને મતદાન કરશે નહિં એમ મોદીએ કહ્યું કે ૪ જૂન બાદ ઈન્ડિયાના નેતાઓ એકબીજાના કપડા ફાડશે. ઈન્ડિયા ગઠબંધનને કોઈપણ સમજદાર મતદાર મતદાન કરીને પોતાનો મત વેડફી નહિં નાખો. આથી વિકસિત ભારત માટે મતદાન કરો એવી અપીલ વડાપ્રધાન મોદીએ કરી હતી.

કોંગ્રેસે આપેલા પ્રત્યેક ઘા ઈલાજ કરશે આ મોદીની ગેરેન્ટી છે. અમારો ખૂબ સમય કોંગ્રેસે ખોદેલા ખાડા પૂરવામાં ગયો છે. આવનારા પાંચ વર્ષમાં મરાઠાવાડા અને મહારાષ્ટ્રને યોગ્ય ન્યાય મળશે. મહારાષ્ટ્ર વિકસીત રાજ્ય બનશે.

કોંગ્રેસ એક એવો વેલા છે જેના મૂળ કે ડાળીઓ નથી. જેઓ તેને ટેકો આપે છે તેમનું ધન્યનોત નીકળી જાય છે, એમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ ૩૭૦ને મોદી સરકારે વર્ષ ૨૦૧૯માં શરૂ કરી દીધી હતી. કોંગ્રેસે દેશના ભાગલા અને કાશ્મીર મુદ્દો પર જોરદાર વડાપ્રધાન કોંગ્રેસ વરસ્યા હતા. મોદીએ કહ્યું કે કોંગ્રેસ કલમ ૩૭૦ના બહાને કાશ્મીરમાં બંધારણ લાગુ થવા દીધું નથી એવા આરોપ મૂક્યો હતો.

મોદીએ રાજ્યમાં વિપક્ષના મહાવિકાસ આઘાડી પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે કોંગ્રેસ અને ઉધ્ધવ ઠાકરેની નકલી શિવસેના યાકુબ મેમણની કબરને શણગારવામાં વ્યસ્ત હતા. વર્ષ ૧૯૯૩માં મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિત મેમણને વર્ષ ૨૦૧૫માં ફાંસી આપવામાં આવી હતી.

જ્યારે વિપક્ષો જૂથનું ઈન્ડિયા ગઠબંધન સત્તામાં હતું ત્યારે લોકોને નિઝામ શાસનનો અંત આવ્યો હોવાનું અનુભવ્યું ન હતું. મોદીએ કહ્યું કે પરભણીની ભૂમિ જે દિવંગત શિવસેના સ્થાપક બાળ ઠાકરેની પ્રેરણા લે છે અને ભીડને પૂછયું કે શું ત્યાં રઝાકર માનસિકતાને કોઈ સ્થાન હોવું જોઈએ.

મરાઠાવાડાનો મોટો હિસ્સો નિઝામ શાસન હેઠળ હતો અને ત્યાયં રઝાકર સૈનિકોએ છાશવારે હુમલો કરતા હતા. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને નિશાન બનાવતા મોદીએ કહ્યું કે કેટલાંક ભારતીય જૂથના નેતાઓ કે જેઓ ઘણા વર્ષોથી લોકસભાના સભ્ય હતા. હવે તેઓ રાજ્યસભાની બેઠક મેળવી લીધી છે. આથી તેઓમાં ચૂંટણી લડવાનો આત્મવિશ્વાસ નથી. વિપક્ષોના ઈન્ડિયા ગઠબંધનમાં માત્ર ભેગા થયેલા પક્ષો ભ્રષ્ટાચારને બચાવવા માટે ભેગા થયા હોવાનું કહીને મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં મતદારોએ આ ઈન્ડિયા ગઠબંધનને નકારી કાઢયું છે.

બીજા તબક્કાની ચૂંટણી ૨૬મી એપ્રિલના રોજ છે. હવે મતદારોએ શું તમે આવા લોકો વિશ્વાસ કરી શકો છો? તેમણે રેલીમાં લોકોને પૂછયું હતું. હવે ૪ જૂનના રોજ ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ વિપક્ષના ઈન્ડિયા બ્લોક નેતાઓમાં ફાટફૂટ પડશે. એકબીજા કપડા ફાડશે. આવા લોકોને ચૂંટણીમાં પાઠ ભણાવવાની જરૂર છે, એમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6pVDavw

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages