
માર્વેલની અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું
તેણે રાજામૌલીની આરઆરઆર ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવી હતી
મુંબઇ : 'આરઆરઆર' ફિલ્મમાં વિલન બ્રિટિશ ગર્વનરની ભૂમિકા ભજવનારા આઈરિશ અભિનેતા રે સ્ટીવેન્સનનું ૫૮ વરસની વયે નિધન થઇ ગયું છે. જોકે તેમના મૃત્યુના કારણની માહિતી જાણવા મળી નથી. એસએસ રાજામૌલી સહિત 'આરઆરઆર'ની ટીમે ે રે સ્ટીવેન્સને શ્રચદ્ધાંજલિ આપી હતી.
ે સ્ટીવેન્સનેે માર્વેલની 'થોર' ફ્રેન્ચાઇઝીમાં તથા ે 'વાઇસકિંગ્સ' માં ભૂમિકાઓ ભજવીન પ્રસિદ્ધિ મેળવી હતી.
મૂળ આયરલેન્ડના લિસ્બનમાં જન્મેલા સ્ટિવન્સને ટીવી સિરિયલોથી કારકિર્દી શરુ કરી હતી. બાદમાં તેઓ ફિલ્મો તરફ વળ્યા હતા.
રાજામૌલીએ 'આરઆરઆર'નાં શૂટિંગ વખતનાં સંસ્મરણો યાદ કરતાં જણાવ્યું હતું કે સેટ પર તેમની હાજરી માત્રથી સમગ્ર વાતાવરણ ચેતનવંતુ બની જતું હતું. તેમની સાથે કામ કરવાની ખરેખર બહુ મજા પડી હતી. 'આરઆરઆર'ના શૂટિંગ વખતે તેઓ બાવન વર્ષના હતા છતાં પણ તેમણે પોતાનાં સ્ટન્ટ દૃશ્યો જાતે ભજવ્યાં હતાં.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6p5qTQd
No comments:
Post a Comment