લાઉડસ્પીકરના નિયમો નહિ પળાય તો કોર્ટ કન્ટેમ્પની કાર્યવાહી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 4 May 2023

લાઉડસ્પીકરના નિયમો નહિ પળાય તો કોર્ટ કન્ટેમ્પની કાર્યવાહી


બોમ્બે હાઈકોર્ટ દ્વારા મુંબઈ પોલીસને તાકીદ

રાતના 10થી 6 સુધી લાઉડ સ્પીકર પ્રતિબંધનો કડક અમલ કરાવવા ખાસ સૂચના

મુંબઈ :  રાત્રિના સમયે  લાઉડસ્પીકરના વપરાશ પર પ્રતિબંધને પોલીસે અનુસરવો જોઈએ એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવીને ચેતાવણી આપી હતી કે જો નિયમનો ભંગ જણાશે તો અમે કોર્ટના અવમાનના પગલા ંલેશું, એમ ન્યા. ઢેરેએ જણાવ્યું હતું. કોર્ટે ૧૨ જૂન પર સુનાવણી રાખીને સરકારને જવાબ નોંધાવા જણાવ્યું છે.

પરોઢિયે લાઉડસ્પીકર ચલાવાતું હોવાની અને પોલીસ ફરિયાદો કરી છે અને લાઈવ વિડિયો પણ સોશ્યલ મીડિયા પર મૂક્યા હોવાનો રિચર્ડે એક અરજીમા ંદાવો કર્યો હતો. અરજીમાં તેણે જણાવ્યું હતું કે નજીકમાં ઈએસઆઈએસની હોસ્પિટલ છે. ૨૦૧૭માં અરજી કરી હતી. ૨૦૧૮માં અવમાનની અરજીને પગલે લાઉડસ્પીકર દૂર કરાયા હતા. મે ૨૦૨૨માં પણ લાઉડસ્પીકર ફરી લવાયા હોવાની ફરિયાદ કરતી અરજી કરી હતી.

બુધવારની સુનાવણીમાં સરકારી વકિલે જણાવ્યું હતું કે આ વિસ્તાર સાયસલ્સ ઝોન નથી. હોસ્પિટલ અને મસ્જિદ વચ્ચેનું અંતર ૯૦ મીટરનું છે. આથી નોઈસ પોલ્યુશન નિયમ અનુસાર હોસ્પિટલ,  શૈક્ષણિક સંસ્થા અને કોર્ટથી ૧૦૦ મીટરના અંતરમા ંસાયલન્સ ઝોન આવે છે.

જજે ભાર પૂર્વક જણાવ્યું હતું કે નિયમાનુસાર હોસ્પિટલ સાયલન્સ ઝોનમાં આવે છે. આથી પોલીસે નિયમો પાળવા પડશે અને ખાસ કરીને  રાતના ૧૦ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમ્યાન લાઉડસ્પીકરના વપરાશ પર બંધી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CrVtkPE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages