શિંદે સરકારને સુપ્રીમનું જીવતદાન, ઉદ્ધવને રાજીનામાંની ઉતાવળ ભારે પડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 May 2023

શિંદે સરકારને સુપ્રીમનું જીવતદાન, ઉદ્ધવને રાજીનામાંની ઉતાવળ ભારે પડી


મહારાષ્ટ્રના સત્તાસંઘર્ષના કેસમાં રાજ્યપાલ, સ્પીકર,  વ્હિપના નિર્ણયોની સુપ્રીમ દ્વારા આકરી ઝાટકણી

ફલોર ટેસ્ટનો આદેશ જ ખોટો હતો પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તે પહેલાં જ રાજીનામું આપી દેતાં તેમની સરકારની પુનઃસ્થાપના અશક્યઃ  વિધાનમંડળ પક્ષ વ્હીપની નિયુક્તિ કરી શકે નહીં ઃ નાબામ રેેબિયા કેસના ચુકાદાની સમીક્ષા લાર્જર બેન્ચને : ૧૬ વિધાનસભ્યોની અપાત્રતા અંગે સ્પીકરે નિર્ણય કરવાનો રહેશે

મુંબઈ: મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષને લગતા કેસોમાં એકનાથ શિંદે સરકારને જીવતદાન મળ્યું છે. તે વખતે શિંદે જૂથના વ્હિપની નિયુક્તિ તથા રાજ્યપાલ દ્વારા ફલોર ટેસ્ટનો આદેશ ખોટા નિર્ણયો હતા તેમ છતાં પણ તત્કાલીન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સ્વેચ્છાએ રાજીનામું ધરી દીધું હોવાથી હવે તેમને સત્તાની પુનઃસોંપણી શક્ય નથી એમ સુપ્રીમે જણાવ્યું છે. દેશભરની મીટ જેના પર મંડાયેલી હતી  એવા આજના ચુકાદામાં  સુપ્રીમ કોર્ટના પાંચ જજોની ઘટનાપીઠે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એકનાથ શિંદે જૂથના ૩૪ વિધાનસભ્યોની વિનંતીને આધારે વિશ્વાસનો મત લેવાનો આપેલો નિર્ણય ખોટો હતો કેમ કે કોશ્યારી પાસે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સભાગૃહમાં બહુમતી ગમાવી હોવાનું તારણ કાઢવા માટ આવશ્યક દસ્તાવેજી સામગ્રી હતી જ નહિ. સુપ્રીમે એમ પણ ઠરાવ્યું છે કે વિધાનમંડળ પક્ષ દંડકની નિયુક્તિ કરી શકે નહિ. આમ, શિંદે જૂથા દંડકની નિયુક્તિ જ ખોટી ઠરી છે. જોકે, સુપ્રીમે ૧૬ ધારાસભ્યોની અપાત્રતાનો નિર્ણય વિધાનસભાના સ્પીકર પર છોડયો છે. નાબામ રાબિયા કેસની સમીક્ષા વધુ જટિલ મુદ્દો હોવાથી સુપ્રીમે તેના પર તત્કાળ નિર્ણય લેવાને બદલે વધુ મોટી બેન્ચને તે રિફર કરવાનું નક્કી કર્યું છે. 

ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપીને ભુલ કરી

જોકે સુપ્રીમ કોર્ટે હાલના તબક્કે પરિસ્થિતિને જૈસે થે રાખવાનુ કહી શકાય તેમ નથી કેમ કે ઠાકરેએ અ ેવખતે ફ્લોર ટેસ્ટનો સામનો કર્યા વિના રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. આથી એકનાથ શિંદેને સરકાર રચવા આમંત્રિત કરવામાં રાજ્યપાલ સાચા હતા. આમ , મુખ્ય પ્રધાન તરીકે  શપથ લેવા એકનાથ શિંદેને બોલાવવાનો રાજ્યપાલનો નિર્ણય યોગ્ય  હતો, એમ પણ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ઘટનાપીઠે ચુકાદામાં જણાવ્યું છે.

કેટલાંક વિધાનસભ્યોનો અસંતોષ ફ્લોર ટેસ્ટ બોલાવવાનું કારણ હોઈ શકે નહીં,  એમ જણાવીને કોર્ટે રાજ્યપાલે ઠાકરેની બહુમતી પર શંકા કરવી જોઈતી નહોતી એવું ભાર પૂર્વક ચુકાદામાં નોંધ્યું છે. એવું ક્યાંય દેખાતું નથી કે સભ્યોએ ટેેકો પાછો ખેંચી લીધો હોય અને સંદેશવ્યવહાર પરથી એવું જ દેખાય છે કે તેઓ ઉદ્ધવ ઠાકરેની સરકારના કેટલાંક નીતિ વિષયક નિર્ણયો સાથે અસંમત હતા. તેઓ ચર્ચા કરશે કે અન્ય પક્ષ સાથે જોડાઈ જશે એ અસ્પષ્ટ હતું. આથી રાજ્યપાલે સભાગૃહમાં ઠાકરએ બહુમતી ગુમાવી હોવાનું તારણ ખોટું કાઢ્યું છ, એમ કોર્ટે નોંધ્યું છે.

કદાચ એવું માની લઈએ કે વિધાનસભ્યો સરકાર છોડવા માગતા હતા  તો પણ માત્ર અસંતોષ જાહેર થતો હતો. પક્ષાંતર્ગત અથવા બે પક્ષો વચ્ચે મતભેદનેે ઉકેલવા માટે ફ્લોર ટેસ્ટ માધ્યમ ન હોઈ શકે. સરકારને કોઈ પક્ષ ટેકો અપાતું નહોય એમાં અને પક્ષના કેટલાંક સભઅયો નાખુશ હોવા એમાં અંતર છે, એમ કોર્ટે નોંધ્યું હતું.

નાબામ રેબિયા ચુકાદાનો મુદ્દો લાર્જર બેન્ચને સોંપાયો

ભારતના ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યા. એમ.આર. શાહ,ન્યા.  ક્રિષ્ના મુરારી, ન્યા. હીમા કોહલી અને ન્યા. પી. એસ. નરસિંહાએ ૨૦૧૬ના નાબહામ રેબિયા કેસમાં ઠેરવ્યા અનુસાર સ્પીકરની સત્તા સંબંધી મુદ્દાને મોટી બેન્ચ સમક્ષ રેફર કર્યા છે.

કોર્ટે જણાવ્યું છેે કે નબામ રેબિયા ચુકાદામાં એ બાબતનો નિર્ણય નથી અપાયો કે જે સ્પીકર સામે અપાત્રતાની નોટિસ હોય તેઓ નોટિસ દરમ્યાન વિધાનસભ્યો સામે અપાત્રતાની અરજીઓ પર નિર્ણય આપી શકે કે નહીં.

આ કેસ અમે મોટી બેેન્ચને સોંપવાનો નિર્દેશ આપીઅ ેછીઅ ેકેમ કે નબામ રેબિયા કેસમાં આ મુદ્દો અનિર્ણિત છે કે સ્પીકરને અપાત્ર ઠેરવવાની નોટિસ અપાઈ હોય તો તેઓ એ દરમ્યાન સભ્યોને અપાત્ર છેરવી શકે છે કે નહીં.

શિંદે જૂથ દ્વારા નિયુક્ત વ્હીપ ગેરકાયદે

મહતત્વની બાબતમાં કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે વિધાનમંડળનો પક્ષ (સભાગૃહમાં ચોક્કસ પક્ષના વિધાનસભ્યોની બહુમતી) પક્ષના વ્હીપની નિયુક્તિ કરવા સક્ષમ બોડી નથી કેમ કે વિધાનમંડળ પક્ષ અને રાજકીય પક્ષ વચ્ચેની નાડ વ્હીપ હોય છે. જો વિધાનમંડળનો પક્ષ વ્હીપની નીમણૂક કરે તો આ  નાડ તોડવા સમાન છે જે બંધારણમાં દર્શાવેલી સિસ્ટમ અનુરૂપ નથી.  દસમા અનુચ્છેજદનો મુદ્દો  બિનઅસરકારક છે કેમ કે વ્હીપને માન્યતા આપવામાં સ્પીકરના પગલાંની પરીક્ષણ કરવાથી કોર્ટને દૂર રાખી શકાય નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું.

આથી સભાગૃહમા ંશિંદેના જૂથ દ્વારા ભરતશેત ગોગાવલેની ક્ષના વ્હીપ તરીકેની નિયુક્તિ ગેરકાયદે હોવાનું કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે. વ્હીપ માત્ર રાજકીય પક્ષ જ નિયુક્ત કરી શકે છે. સ્પીકર રાહુલ નાર્વેકરે વ્હીપ કોણ છે એની ઓળખ કર્યા વિના શિંદેના નિવેદનની દખલ  લીધી હતી અને તેમણે તપાસ કરવી જોઈતી હતી.

૧૬ વિધાનસભ્યોની અપાત્રતા પર સ્પીકરે નિર્ણય લેવાનો રહેશે

૧૬ વિધાનસભ્યોની અપાત્રતા પરનો નિર્ણય લેવા બંધારણમાં સમયમર્યાદા નિશ્ચિત ન હોવાથી સ્પીકર તરપથી નિર્ણય લેવાતો જ નથી.  આથી મણીપુરના વિધાનસભ્યોની અપાત્રતા પર ત્રણ મહિનામાં નિર્ણય લેવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. મુખ્ય પ્રદાન શિંદે સાથે ૧૬ વિદાનસભ્યોની  અપાત્રતા બાબતે વાજબી નિર્ણય લવાનો આદેશ મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડના નેતૃત્વવાળી બંધારણીય બન્ચે આપ્યો છે. આથી  આ ૧૬ વિધાનસભ્યોની અપાત્રતાના કેસમા ંવિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે વાજબી નિર્ણય લેવો પડશે. 

સાચી પાર્ટીનો મુદ્દે ચૂંટણીપંચ નિર્ણય આપી  શકે

રાજકીય પક્ષના વિધાનસભ્યોમા ંફૂટ પડયા બાદ એક જૂથ પોતાને સાચો પક્ષ ગણાવતો હોય તો એ મુદ્દે ચૂંટણી પંચ પોતાનો નિર્ણય આપી શકે છે, એમ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં નોઁધ્યું હતું. આથી ચૂંટણી પંચે એકનાથ શિંદ ેજૂથને આપેલા શિવસેના નામ અને પક્ષના ચિન્હનો નિર્ણય યોગ્ય ઠરે છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DPXRpg9

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages