અમદાવાદ, શુક્રવાર
સાણંદ જિલ્લા બકરાણા ગામમાં રહેતા અર્ધ દિવ્યાંગ વ્યક્તિની મખીયાવ ગામમાં આવેલા ખેતરના સેઢા કાઢીને અન્ય વ્યક્તિએ તે જમીનને પોતાના ખેતરમાં ભેળવીને ગેરકાયદેસર રીતે કબ્જો કર્યાની ફરિયાદ સાણંદ જીઆઇડીસી પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ જમીન પર ગેરકાયદેસર રીતે પચાવી પાડનાર વ્યક્તિએ જમીન ખાલી કરવાના બદલામાં લાખો રૂપિયાની માંગીને સેટલમેન્ટ કરવા માટે દબાણ કર્યું હોવાનો આક્ષેપ ફરિયાદ કરાયો છે. સાણંદ જિલ્લામા બકરાણા ગામમાં રહેતા ગીતાબેન મકવાણાએ નોઁધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના પતિ બાબુભાઇ અર્ધ દિવ્યાંગ હોવાથી તે બરાબર જોઇ શકતા નથી અને તેમનો પુત્ર અભ્યાસ કરે છે. ગીતાબેનની વડીલો પાર્જીત જમીન સાણંદ જીલ્લાના મખીયાવ ગામમાં આવેલી છે. જે જમીન પર બાબુભાઇ ખેતી કરતા નહોતા. ત્યારે તેમના કૌટુબિક કનુભાઇ મકવાણાએ બાબુભાઇની જાણ બહાર તેમના ખેતરના સેઢાને તોડીને જમીનને પોતાના ખેતરમાં ભેળવીને ખેતી શરૂ કરી દીધી હતી. જે બાદ જમીન પરત આપવાનો ઇન્કાર કરી દીઘો હતો. જે બાદ આ અંગે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન કનુભાઇનું અવસાન થતા તેમના દીકરા ભગીરથસિંહે જમીન પર કબ્જો યથાવત રાખીને જમીન ખાલી કરવાના બદલામાં નાણાંની માંગણી કરી હતી. જે જિલ્લા કલેક્ટરના હુકમ બાદ સાણંદ જીઆઇડીસી પોલીસ મથકે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GrXNlSZ
No comments:
Post a Comment