તારુ મર્ડર કરવું છે કહી બેઝબોલ સ્ટીક, દંડાના ફટકા મારી યુવકના હાથ પગ તોડયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 May 2023

તારુ મર્ડર કરવું છે કહી બેઝબોલ સ્ટીક, દંડાના ફટકા મારી યુવકના હાથ પગ તોડયા

અમદાવાદ,મંગળવાર

પૂર્વ વિસ્તારમાં લૂખ્ખા તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હથિયારથી જીવલેણ હુમલા કરી રહ્યા છે, વટવા વિસ્તારમાં કારની ટક્કર મારી યુવને નીચેે પાડી દીધો હતો અને આજે તો તારુ મર્ડર કરી નાખવાનું છે કહી કારમાં આવેલા છ શખ્સોએ યુવકને બેઝબોલ સ્ટીક, લાકડા ધોકાના ફટકા મારી હાથ-પગ તોડી નાંખ્યા હતા.  આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઘોડાસર પાસે ટકકર મારતા ત્રણ મિત્રો ભાગ્યા ઃ યુવકનો પીછો કરી વટવા પાસે ટકકર મારી ખૂની હુમલાનો વિડિયો વાયરલ

 આ કેસની વિગત એવી છે કે વટવા કેનાલ પાસે રહેતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાત્રે ૧૨ વાગે તેઓ પોતાના મિત્રો સાથે બાપુનગર જતા હતા. ત્યારે ઘોડાસર પૂષ્પક બંગલોઝ પાસે કેનાલ ઉપર કારની ટક્કરથી ચારેય મિત્રોને વાહન પરથી નીચે  પાડી દીધા હતા.

જ્યાં ત્રણ મિત્રો જીવ બચાવીને નાસી ગયા હતા. જો કે યુવક પણ મોપેડ લઇને ભાગી ગયો હતો આરોપીઓએ પીછો કરીને વટવા ચાર માળીયા પાસે ઇન્સાનિયનગર પાસે કારની ટક્કર મારીને નીચે પાડી દીધો હતો બાદમાં છ આરોપીએ આજે તારુ મર્ડર કરવું છે કહીને બેઝબોલ સ્ટીક લાકડાના ધાકાના ફટકા મારીને હાથ પગે ફ્રેકચર કર્યું હતું. હાલમાં યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વટવા પોલીસે હત્યાની કોશિષનો ગુનો  નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CPWQbsD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages