વટવામાં લોડિંગ રિક્ષાની ટક્કરથી યુવકનું વસ્ત્રાલમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધનું મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 28 April 2023

વટવામાં લોડિંગ રિક્ષાની ટક્કરથી યુવકનું વસ્ત્રાલમાં રોડ ક્રોસ કરતા વૃદ્ધનું મોત

અમદાવાદ,શુક્રવાર

પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતે મોત તથા હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે, વટવા અને વસ્ત્રાલમાં હિટ એન્ડ રનના બે બનાવમાં વટવામાં લોડિંગ રિક્ષાની ટક્કરથી યુવકનું મોત થયું હતું. જ્યારે વસ્ત્રાલમાં રોડ ક્રોેસ કરતા વૃદ્ધને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડાનો યુવક રિક્ષામાં બેસીને વટવા નોકરી જતો હતો લોડિંગ રીક્ષા ચાલક ટક્કર મારી નાસી ગયો ઃ રિક્ષા ચાલક પણ હોસ્પિટલમાં મૂકી  ફરાર

 આ કેસની વિગત એવી છે કે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં રહેતા હસમુખભાઇ  ભીખાભાઇ જાદવ (ઉ.વ.૪૦)એ ટ્રાફિક જે ડિવિઝન પોલી સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે   તેમના નાના ભાઇ મહેશકુમાર જાદવ  (ઉ.વ.૩૭) ગઇકાલે સવારે વટવા જીઆઇડીસી ખાતે નોકરી જવા માટે રિક્ષામાં બેસીને જતા હતા, આ સમયે જીઆઇડીસી  ફેઝ-૨ પૂષ્કર પાસે લોડિંગ રિક્ષા ચાલક  ઓેટો રિક્ષાને ટક્કર મારીને નાસી ગયો હતો. બીજીતરફ ઓટો રિક્ષા ચાલક યુવકને મણિનગર એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરીને જતો રહ્યો હતો.  સારવાર દરમિયાન મહેશકુમારનું મોત થયું હતું, આ બનાવ અંગે ટ્રાફિક પોલીસ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં તા. ૨૫ના રોજ મોડી રાતે ૬૦ વર્ષના વૃદ્ધ વસ્ત્રાલ રિંગ રોડ  ઉપર વેદ આર્કેડની સામેથી પગપાળા પસાર થતા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલા કારનો ચાલક  વૃદ્ધને  ટક્કર મારીને નાસી ગયો હતો. સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધીને મૃતકના વાલી વારસો તથા તેમની ઓળખ પરખ કરવાની તેમજ નાસી જનારા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SU496ER

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages