ભિંદરાનવાલેનાં ગામમાંથી અમૃતપાલ સિંહ પકડાઈ ગયો : મોગામાં પોલીસે ઝડપી લીધો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 23 April 2023

ભિંદરાનવાલેનાં ગામમાંથી અમૃતપાલ સિંહ પકડાઈ ગયો : મોગામાં પોલીસે ઝડપી લીધો


'વારિસ પંજાબ દે'નો નારો હવે શાંત થશે

અજનાલા કાંડ પછી અમૃતપાલ ફરાર હતો, ખાલિસ્તાન સમર્થક રોડેઇ ગામમાં સભા યોજી ઉપદેશ પણ આપ્યો હતો

ચંડીગઢ: ખાલીસ્તાનનો સમર્થક અને વારિસ પંજાબ દે નામના સંગઠનનો પ્રમુખ અમૃતપાલસિંહ આખરે પોલીસના હાથે ભિંદરાનવાલાનાં ગામ મોગામાં ઝડપાઈ ગયો છે. તે હાલ પોલીસ કસ્ટડીમાં છે.

અજનાલા કાંડ પછી નાસતો ફરતો અમૃતપાલ પોલીસના સકંજામાં આવી ગયા છે તેમ પંજાબ પોલીસના એડીજી (કાનૂન વ્યવસ્થા) અર્પિત શુક્લએ પત્રકારોને જણાવ્યું હતું.

તે સર્વવિદિત છે કે અજનાલા કાંડ પછી અમૃતપાલ ફરાર હતો. તેની મોગા ગામેથી ધરપકડ કરાઈ તે પૂર્વે અમૃતપાલ ગઇકાલે રોડે ગામ પહોંચ્યો હતો. ત્યાં સવારે ૭ વાગે ગુરૂદ્વારામાં પ્રાર્થના કરી હતી. તે પછી તેણે ઉપદેશ પણ આપ્યો હતો. તે પછી જસબીરસિંહ રોડાઇએ પોલીસને અમૃતપાલ અંગે માહિતી આપી દીધી હતી. તે ઉપરથી તુર્ત જ પંજાબ પોલીસ સક્રિય બની ગઈ અને અમૃતપાલની ધરપકડ કરી હતી.

તે સર્વવિદિત છે કે ૧૮મી માર્ચથી જ અમૃતપાલ ફરાર હતો. તે પછી આશરે એક મહીના સુધી વિવિધ રાજ્યોમાંથી તેના વિષે ઇન્પુટ મળતા રહ્યા હતા. આખરે પોલીસે તેને પંજાબમાં મોગા ગામેથી પકડી પાડયો હતો. આ ગામ જર્નાલ સિંહ ભિંદ્રાનવાલેનું પૈતૃક ગામ છે. પંજાબ પોલીસે ૧૮મી માર્ચે અમૃતપાલ સિંહ અને તેનાં સંગઠન 'વારિસ પંજાબ દે' વિરૂદ્ધ વ્યાપક કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ તે નાસી જવામાં સફળ રહ્યો હતો. આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ૩૬ દીવસ સુધી તેની શોધ દેશનાં એક રાજ્યોમાં ચાલી રહી હતી. સૂત્રો જણાવે છે કે ધરપકડ પછી તેને માર્ગ દ્વારા અૃમતસર લઇ જવાશે, અને ત્યાંથી સીધો પ્લેન દ્વારા આસામનાં દીબુ્રગઢની જેલમાં લઇ જવાશે.

કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહે અજનાલામાં પોતાના એક ગિરફતાર સહયોગીને છોડાવવા માટે અજાલા પોલીસ થાણા ઉપર કેટલાક સાથીઓ સાથે હુમલો કર્યો હતો. તે પછી ત્યાંથી નાસી છૂટયો હતો. ત્યારથી તેનો પત્તો લાગતો ન હતો. તેની પત્ની કીરણ દીપ કૌર, અમૃતસરથી લંડન જનારી ફ્લાઈટમાં ગુરૂવારે બેસવા જતી હતી ત્યાં જ પોલીસે તેની અટકાયત કરી હતી. મૂળ પંજાબમાં જ જન્મેલી પરંતુ લંડનમાં રહેલી કીરણ દીપ કૌર ભારત છોડી ઇંગ્લેન્ડ નાસી જવા ફ્લાઇટમાં બેસવા જતી હતી ત્યાં જ તેની અટકાયત થઇ હતી. તે ભારત આવી ત્યારે ગત ફેબુ્રઆરીમાં જ તેનાં અમૃતપાલ સાથે લગ્ન થયાં હતાં.

પોલીસ અમૃતપાલને શોધી રહી હતી ત્યારે બે વખત તે પોલીસની પકડમાંથી છટકી ગયો હતો. પહેલી વખત ૧૮મી માર્ચે વાહનો બદલી તે જલંધર જિલ્લામાં પોલીસના હાથમાંથી છટકી ગયો હતો. જ્યારે બીજી વખત ૨૮મી માર્ચે હોશિયારપુર જિલ્લામાં પોલીસ પહોંચે તે પહેલાં તેના એક સાથી સાથે નાસી છૂટયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hXJy4op

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages