તેજાબની રિમેકમાંથી રણવીર ફેંકાયોઃ કાર્તિક આર્યનની એન્ટ્રી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 27 April 2023

તેજાબની રિમેકમાંથી રણવીર ફેંકાયોઃ કાર્તિક આર્યનની એન્ટ્રી


મુંબઇ : રણવીર સિંહે 'તેજાબ'ની રિમેક પણ ગુમાવી દીધો છે. યશરાજ કેમ્પમાંથી હકાલપટ્ટી અને 'ઈમ્મોર્ટલ્સ ઓફ અશ્વત્થામા' ફિલ્મમાંથી પણ દરવાજો દેખાડી દેવામાં આવ્યા બાદ રણવીરની કેરિયરને આ બીજો ફટકો છે.  અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની 'તેજાબ' એક કલ્ટ ક્લાસિક મનાય છે. આ ફિલ્મનાં 'એક દો તીન' ગીતથી જ માધુરીની સફળ કારકિર્દી શરુ થઈ હતી અને અનિલ કપૂર ઈન્ડસ્ટ્રીના નવા એગ્રી યંગ મેન તરીકે  પ્રસ્થાપિત થયો હતો. આ જ ફિલ્મથી બંનેની જોડી પણ સ્થાપિત થઈ હતી. 

આ ફિલ્મની હવે રિમેક બનવાની છે. તેના હક્કો અગાઉ જ લઈ લેવાયા છે. અગાઉના અહેવાલો અનુસાર રણવીર તથા જાહ્નવી કપૂરની પસંદગી કરી લેવાઈ હતી. પરંતુ, હવે રણવીરનું સ્થાન કાર્તિક આર્યને લઈ લીધું છે.  જોકે, કાર્તિક અને જાહ્નવી અગાઉ રિલેશનશિપમાં રહ્યા બાદ કડવાશ સાથે છૂટાં પડયાં હતાં અને તેમના  બ્રેકઅપને લીધે જ કાર્તિકને 'દોસ્તાના ટૂ'માંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. 

હવે બદલાયેલા સંજોગોમાં જાહ્વની આ ફિલ્મમાં રહેશે કે પછી અન્ય કોઈ હિરોઈન તેનું સ્થાન લેશે તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાય છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/znuafTj

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages