પતિ વેપારીઓ માટે છોકરીઓની દલાલી કરતો હોવાનો ગંભીર આક્ષેપ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 23 April 2023

પતિ વેપારીઓ માટે છોકરીઓની દલાલી કરતો હોવાનો ગંભીર આક્ષેપ

અમદાવાદ, રવિવાર

બોપલ આંબલી રોડ પર આવેલા દેવકુટીર બંગ્લોઝ ખાતે રહેતી પરિણીતાએ તેના પતિ અને સાસરિયાઓ  વિરૂદ્વ ગંભીર આરોપ કરતી ફરિયાદ મહિલા પશ્ચિમ પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં પરિણીતાએ આક્ષેપ કર્યો હતો કે તેના પતિ કાપડના મોટામોટા વેપારીઓ માટે યુવતીઓ સપ્લાય કરવાનું કામ કરે છે. સાથેસાથે તેણે દારૂ અને સિગરેટનું વ્યસન હોવાની અને અગાઉ સગાઇ તુટી હોવાની વાત પણ છુપાવી હતી. આ ઉપરાંત, સાસરિયાઓએ પરિણીતાના રૂપિયા ૬૦ લાખની કિંમતના દાગીના લોકરમાં મુકવાનું કહીને પરત આપ્યા નહોતા. મહિલા પોલીસે  ફરિયાદમાં થયેલા આક્ષેપ અંગે તપાસ શરૂ કરી છે.બોપલ આંબલી રોડ પર આવેલા એક જાણીતા  બંગ્લોઝમાં રહેતી શ્રદ્વા નામની ૩૦ વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તેના લગ્ન ગત નવેમ્બર ૨૦૧૭માં શેલામાં રહેતા પ્રકાશ સાથે થયા હતા. પ્રકાશ  અને તેના પિતા ગાંધી ંઘંટાકર્ણ મહાવીર માર્કેટમાં બે ફર્મ ધરાવે છે.  સગાઇ અને લગ્ન-રોકાના ખર્ચ પેટે શ્રદ્વાના પિતા હોલના ૧૦ લાખ અને ૩૦ લાખના દાગીના આપ્યા હતા. લગ્ન બાદ હનીમુન માટે ફીઝી અને સિંગાપુર ગયા હતા. જ્યાં શ્રદ્વાને ખબર પડી હતી કે પ્રકાશ સિગારેટનું વ્યસન ધરાવે છે. જે વાત તેણે લગ્ન પહેલા છુપાવી હતી. જે બાદ પરત આવ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે અગાઉ પ્રકાશની સગાઇ  થઇ હતી. જે તુટી હતી. જેનું કારણ પ્રકાશ અને તેના પરિવારે રૂપિયા ૫૦ લાખનું દહેજ માંગવા અંગેનું હતું.  જે બાદ સાસરિયાઓએ શ્રદ્વા સાથે સતત ગેરવર્તન કરતા પ્રકાશે  તેના સસરાની   માલિકીના  બગ્લોઝ ખાતે રહેવાનું નક્કી કરીને તે બંંગ્લોઝના રિનોવેશનના પાંચ લાખ રૂપિયા શ્રદ્વાના પિતા પાસેથી લીધા હતા. જે બાદ તે ત્યાં રહેવા માટે ગયા હતા. જે પછી  પ્રકાશ એપલવુડ શેલા ખાતે ફ્લેટ પંસદ કર્યો હતો. જેના ૫૫ લાખ શ્રદ્વા  અને તેના પિતાએ આપ્યા હતા. જે પછીના  થોડા મહિનામાં શ્રદ્વા  ગર્ભવતી બની હતી. જે વાત તેણે તેના પતિને કહેતા  તેણે જણાવ્યું હતું કે હાલ વેપાર ધંધો ચાલતો નથી અને ખર્ચ પણ વધારે છે. જેથી  તુ ગર્ભપાત કરાવી દે. જે બાદ સતત તકરાર થતી હતી. આ સમયે પ્રકાશે તેને પેટ પર લાતો મારતા દુખાવો થયો હતો. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તબીબે જણાવ્યું હતું કે  તેના ગર્ભની કોથળી ફાટી ગઇ છે. જેથી ગર્ભપાત કરાવવો પડશે. જેથી પરવાનગીથી ગર્ભપાત કરાયો હતો. આ બનાવ અંગે પ્રકાશ  અને તેના માતા પિતાએ શ્રદ્વા  અને તેના પરિવારજનોેની માફી માંગી હતી. જેથી સમાધાન થતા ફરીથી પતિ સાથે રહેવા માટે ગઇ હતી.  જ્યાં એક દિવસ રાતના ફોન કરતા પ્રકાશની આસપાસ મહિલાઓના અવાજ આવતા હતા.  જો કે તે દારૂ પીને આવીને સુઇ ગયો હતો.આ દરમિયાન શ્રદ્વાએ પ્રકાશના મોબાઇલ ફોનમાં તપાસ કરતા તે ચોંકી ઉઠી હતી કારણ કે પ્રકાશ નેપાળી, બાંગ્લાદેેશી અને નોર્થ ઇસ્ટની યુવતીઓની દલાલીનું કામ કરતો હતો. જેથી શ્રદ્વાએ તેના અલગ થવાનું નક્કી કર્યું હતું. પરંતુ, આ સમયે પ્રકાશના પરિવારજનો માફી માંગી હતી. સાથેસાથે  તે દાગીના સહિતનું સ્ત્રીધન પણ પરત આપી દેશે તેમ જણાવ્યું હતું.  આ સમયે શ્રદ્વા  ગર્ભવતી પણ હતી. જેથી સમાધાન કર્યું હતું  અને તેણે દીકરીને જન્મ આપ્યો હતો. જેના થોડા સમય બાદ શ્રદ્વાને તે વોટ્સએપમાં કોઇ મેસેજ બતાવતો હતો ત્યારે કોઇ .યુવતી સાથેની વોટ્સએપ ચેટ હતી. જે બાદ ફરીથી તકરાર થઇ ત્યારે તેણે જણાવ્યું હતું કે છોકરીઓની દલાલીનો  ધંધો જુનો છે અને તે કાપડ બજારમાં આવતા વેપારીઓને યુવતી સપ્લાય કરે છે. જે બાદ શ્રદ્વાએ તેને છુટાછેડા આપવા માટે કહ્યું હતુ અને વિદેશમાં જવાનું નક્કી કર્યું હતું. જો કે પ્રકાશે ધમકી આપી હતી કે તે બંને વચ્ચેના અંગત ફોટોને સોશિયલ મિડીયાની સાઇટ્સ પર મુકીને તેને બદનામ કરી મુકશે. જેથી છેવટે આ અંગે શ્રદ્વાએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે  ફરિયાદમાં થયેલા આક્ષેપ અંગે તપાસ શરૂ કરી છે.

 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jFVMO4H

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages