ઓપરેશન કાવેરી : અંધારામાં વિમાન ઉતારી સુદાનમાંથી 121 ભારતીયોને બચાવ્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 April 2023

ઓપરેશન કાવેરી : અંધારામાં વિમાન ઉતારી સુદાનમાંથી 121 ભારતીયોને બચાવ્યા


- આઈએએફનું આશ્ચર્યભર્યું કૃત્ય

- ખાર્ટુમથી આશરે 40 કિ.મી. દૂર, વાડી સૈયદના પાસે 121 ભારતીયો ફસાયા હતા જ્યાં નાની હવાઈ પટ્ટી પર TAFના વિમાને ઉતરાણ કર્યું

નવી દિલ્હી : ઓપરેશન કાવેરી નીચે સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવામાં આવી રહ્યું છે. આ કામમાં વાયુસેના અને નૌસેનાને કામે લગાડાઈ ગઈ છે. તેમાં ભારતીય વાયુસેનાના પાયલોટસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી. તેની તુલના થઈ શકે તેમ નથી.

વાત એમ બની કે હિંસાગ્રસ્ત સુદાનના પાટનગર ખાર્ટુમથી આશરે ૪૦ કિ.મી. દુર વાડી સૈયદના પાસે ૧૨૧ ભારતીયો ફસાયા હતા. અહીં માત્ર એક નાની એવી હવાઈ પટ્ટી હતી. ૨૭/૨૮ એપ્રિલની રાતે વાયુસેનાના વિશાળ વિમાન ''સી-૧૩૦-જે'' ને તે કામમાં લગાડી દેવામાં આવ્યું. ૨૭/૨૮ ની રાત્રીએ વિમાન વાડા સૈયદના તો પહોંચ્યું પરંતુ ત્યાં નાઈટ-લેન્ડીંગની કોઈ સગવડ ન હતી. વિઝીબીલીટી પણ નહીવત હતી. તેવે સમયે વિમાનનું આટલા વિશાળ વિમાનનું ચઢાણ ઉતરાણ કરવું અસંભવ સમાન હતું. તેવે સમયે પાયલોટસે નાઈટ-વિઝન-ગોગલ્સ પહેરી વિમાનનું સફળ ઉતરાણ કર્યું અને તમામ ભારતીઓને વિમાનમાં લઈ લીધા. તે પૈકી એક ગર્ભવતી મહિલા પણ હતી.

પાયલોટસે વિમાન ઉપર ચઢાવતી વખતે પણ નાઈટવિઝન ગોગલ્સનો ઉપયોગ કર્યો હતો. તે પૂર્વે વિમાનમાં સાથે આવેલા ''ગરૂડ'' કમાન્ડોએ યાત્રીઓનો સામાન પણ વિમાનમાં ગોઠવી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ ભારતીય વાયુ-સેનાના જાંબાઝ પાયલોટસે કાબુલમાંથી પણ અનેક ભારતીઓને અને ભારતીઓની સાથે અન્ય દેશોના નાગરિકોને પણ બચાવી લીધા હતા. તે સમયે તાલિબાનોને જન્મ આપનાર પાકિસ્તાન કે તેનું ''ઓલ-વેધક-ફ્રેઝ'' ચીન પણ હાથ જોડી બેસી રહ્યું હતું. માત્ર ભારતીય અને અમેરિકી વાયુદળના જ જાંબાઝ પાયલોટસે આ અસંભવ સમાન અભિયાન સફળ રીતે પાર પાડયું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0Wrad7w

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages