આયેશા ઝુલ્કાએ પ્રાણીઓ પરની ક્રુરતા રોકવા વધુ કડક કાયદા ઘડવાનું અભિયાન શરૂ કર્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 11 November 2020

આયેશા ઝુલ્કાએ પ્રાણીઓ પરની ક્રુરતા રોકવા વધુ કડક કાયદા ઘડવાનું અભિયાન શરૂ કર્યું


મુંબઈ,તા.11 નવેમ્બર, 2020, બુધવાર

અભિનેત્રી આયેશા ઝુલ્કાને એના લોનાવલા ખાતેના બંગલાના કેયર ટેકરે ૧૩મી સપ્ટેંબરે એવી જાણ કર હતી કે તમારો પાળેલો કૂતરો રોકી પાણીની ટાકીમાં પડવાથી ડુબી ગયો છે. આયેશાને આ વાત ગળે ન ઉતરી કારણ કે ટાકીનું મોઢુ એટલે સાંકડુ છે કે માંથી આટલો મોટો કૂતરો સરીને ટાકીમાં પડી જ ન શકે. વળી, ટાકીનું મોઢુ કાયમ એક પથરાવી ઢાકેલું રહેતું હતું. રોકી માંડ એક સપ્તાહનો હતો ત્યારે આયેશાને મળ્યો હતો. એ આટલો નાનો હતો ત્યારે પણ ક્યારેય ટાકી નજીક જતો નહિ. 'અમને રોકીના પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ પરથી જાણ થઈ કે એને ગુંગળાવીને મારી નખાયો છે,' એમ અબિનેત્રી સખેદ કહે છે. એને ખાસ તો એ વાતનો વસવસો છે કે લોકડાઉન દરમ્યાન એ પોતાના પેટસ (પાલતુ પ્રાણીઓ)ને મળી નહોતી શકી. 'હું સ્પેશિયલ પાસ લઈને ૨૯ જુલાઈએ લોનાવલાના બંગલે પહોંચી હતી. એ વખતે મારો છ વર્ષનો ડોગ રોકી ડેરોલ અને હતાશ જણાતો હતો. મને એમ થયું કે અમે લાંબા સમયથી મળ્યા ન હોવાથી કદાચ રોકી હતાશ હશે. તમે કદાચ નહિ માનો પણ હું ચાર દિવસ લોનાવલા રોકાઈ એ દરમ્યાન રોકી મારી પાસેથી ખસતો જ નહોતો', એમ આયેશા કહે છે.

આયેશાની ફરિયાદપરથી પોલીસે બંગલાના કેયરટેકરની ધરપકડ કરી હતી. પણ પછી એ તરત જામીન પર છુટી ગયો હતો. 'ત્યારે મને વિચાર આવ્યો કે મૂંગા પ્રાણીઓ પ્રત્યે ક્રુરતા દાખવનારાઓ માટે વધુ કડક કાયદા ઘડવા મહત્ત્વના છે અને એ માટે દરેક અવાજ ઉઠાવવો જોઈએ,' એમ અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું. આયેશા ઝુલ્કા લાંબા અરસાથી સોસાયટી ફોર એનીમલ સેફટી (એસએએસ) સાથે જોડાયેલી છે. રોકી અને માનવીની ક્રુરતાનો ભોગ બનતા એના જેવા પ્રાણીઓ માટે કોર્ટમાં ન્યાય મેળવવા તાજેતરમાં અભિનેત્રીએ પાવસિટીવ ફાર્મ સેન્કચ્યુરી સાથે હાથ મિલાવ્યા છે.

'રોજ ઘણાં બધા પ્રાણીઓ પર રેપ થાય છે અને એમની હત્યા કરાય છે અને એ માટે કાયદામાં ફક્ત ૫૦ રૃા.ના દંડની જોગવાઈ છે,' એવો અફસોસ દર્શાવતા આયેશા કહે છે કે લોકો પોતાનો ગુસ્સો અને હતાશ લાચાર જનાવરો પર ઉતારે છે અને એમનો પિશાચી આનંદ મેળવવા ઉપયોગ પણ કરે છે. 'હું કે બીજા કોઈ પ્રાણી-પ્રેમી ગમે એટલું કરે પણ સરકાર વધુ કડક કાયદા ઘડવાની અમારી માગણી પર ધ્યાન ન આપે ત્યાં સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવવાનો,' એમ મિઝ ઝુલ્કા કહે છે. એના જણાવવા મુજબ હેમા માલિની અને રવિ કિશને આ મુદ્દો સંસદમાં ઉઠાવવાનું વચન આપ્યું છે.

આયેશાની માગણીમાં તાજેતરમાં એકટર અનૂપ સોનીએ પણ સુર પુરાવ્યો હતો. જ્યારે ભાગ્યશ્રી, શીલા ચડઢા અને રવિના ટંડન પણ અભિયાનમાં એની પડખે જ છે. શૂટીંગ માટે ડેલ્હાઉઝી ગયેલી રવિનાએ તાજેતરમાં ત્યાંના રસ્તા પર રખડતા ચાર ગલુડિયાઓને દત્તક લીધા હતા. આયેશા પાસે પણ ૫ કૂતરા અને ૧ બિલાડી છે. આયેશાએ એમને ગલીઓમાંથી બચાવ્યા છે, પ્રાણીઓ ફટાકડાંથી ગભરાતા હોવાથી આયેશા પોતાના પેટસ માટે છેલ્લા ૨૦ વરસથી ફટાકડાં વિના દિવાળી ઉજવે છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3koU68I

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages