ફટાકડા અને આતશબાજીમાં વિજ્ઞાાન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 13 November 2020

ફટાકડા અને આતશબાજીમાં વિજ્ઞાાન


ફ ટાકડાના ધૂમધડાકા અને રંગબેરંગી આતશબાજી એ દિવાળીના ઉત્સવનું મુખ્ય આકર્ષણ છે. ફટાકડા અને આતશબાજીનો આનંદ અને રોમાંચ સૌ કોઈ માણે. બજારમાં જાતજાતના અને ભાતભાતના દારૂખાના જોવા મળે છે. બોમ્બ, તારામંડળ, કોઠી, જલેબી અને જાતજાતના રોકેટ મળે. દારૂખાનામાં વપરાતા મોટા ભાગના પદાર્થો જ્વલનશીલ અને હળવા વિસ્ફોટકો હોય છે. નાના મોટા બોક્સ અને ફટાકડા મોટે ભાગે કાગળ કે સૂતળીના દડામાં ઠાંસી ઠાંસીને ભરેલા સૂરોખાર, કોલસાની ભૂકી અને ગંધક વડે તૈયાર થાય છે.

આકાશમાં જઈ ફૂટે અને રંગબેરંગી તારાઓ વિખરાય તેવા રોકેટનું વિજ્ઞાાન જુદું છે. રોકેટ પૂંઠાથી ભરેલી ભૂગળી છે તેની ટોચ શંકુ આકારની હોય છે. તળિયે છિદ્ર અને દિવેટ હોય છે. તેને સળગાવતાં જ અંદર રહેલો વિસ્ફોટક પદાર્થ સળગે અને ગરમ થાય. ગરમ હવા તળિયાના છિદ્રથી બહાર વછૂટે એટલે રોકેટને ધક્કો લાગે તે સીધી લીટીમાં ગતિમાન થાય. રોકેટ જમીન પર કાટખૂણે રાખીને સળગાવવામાં આવે છે એટલે તે ઉપરની તરફ ગતિ કરે છે. અને આકાશમાં પહોંચે ત્યારે તેની ટોચમાં ભરેલો વિસ્ફોટક પદાર્થ સળગીને વિસ્ફોટ કરે છે. 

રોકેટમાં વિવિધ ધાતુઓની કણીઓ ભરેલી હોય છે. વિવિધ ધાતુઓ ગરમ થાય ત્યારે જુદા જુદા રંગ ધારણ કરે છે. લોખંડ ઘસાવાથી પેદા થતાં પીળા તણખા તમે જોયા હશે. એ જ રીેત લીથીયમ કાર્બોનેટ ગરમ થાય ત્યારે લાલ તણખા ઝરે છે. કેલ્શિયમ ક્લોરાઇડના કેસરી, સોડિયમ નાઇટ્રેટના લીલા, કોપર ક્લોરાઇડના ભૂરા એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના સૌથી તેજસ્વી સફેદ તણખા બને છે. જસતનો પાવડર સળગવાથી રંગીન ધૂમાડા પેદા થાય છે. આ બધી કમાલનો યુક્તિપૂર્વક ઉપયોગ કરી રોકેટ, જલેબી કે ભોંય ચકરી, કોઠી, તારા મંડળ વિગેરે દારૂખાનું બને છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Izwxxf

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages