દિયોદરના નવાગામે રીક્ષા અને કારના અકસ્માતમાં બેના ઘટનાસ્થળે મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 11 November 2020

દિયોદરના નવાગામે રીક્ષા અને કારના અકસ્માતમાં બેના ઘટનાસ્થળે મોત

દિયોદર તા.11 નવેમ્બર 2020, બુધવાર

દિયોદર તાલુકાના નવા ગામ પાસે બુધવારના બપોરના રોજ રીક્ષા અને ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા રીક્ષામાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં બંને મૃતકોને પીએમ અર્થે રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા લોકોના ટોળા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. 

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના નવા પાસે આજરોજ રીક્ષા અને ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર અકસ્માતમાં રીક્ષામાં સવાર ભાટી રાજેશ અજિતભાઇ રહે.દિયોદર તથા ઠાકોર સંજયભાઇ હરચંદજી નું બંન્ને વ્યક્તિને શરીરના  ભાગે ઇજા થતાં ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા. જોકે બનાવના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જેમાં બનાવની જાણ દિયોદર પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પરપર દોડી આવી બંને મૃતકોને પીએમ અર્થે દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાં બંને મૃતકોના પરિવારજનો પણ રેફરેલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જે મામલે દિયોદર પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pgEHLD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages