મહેસાણા,તા.06 નવેમ્બર 2020, શુક્રવાર
મહેસાણા નગરપાલિકાની વિવાદીત કારોબારી સમિતિની બેઠક આવતીકાલે શનિવારે સવારે ૧૧ વાગે મળવાની છે. જેમાં મહત્વની બાબત સીટી બસ છે. સીટી બસ મામલે ૯ માંથી ૫ સદસ્યોએ વિરુદ્ધમાં મતદાન કરવાનું મન મનાવી લીધું છે. સીટી બસ એ મહેસાણા શહેરીજનો માટે ખૂબ જ જરૃરી વસ્તુ છે પરંતુ ભાજપ-કોંગ્રેસના રાજકારણને લીધે લોકોને સીટી બસની સુવિધા મળતી નથી.
મહેસાણા નગરપાલિકાની કારોબારી બેઠક ચેરમેન નવીન પટેલના અધ્યક્ષસ્થાને મળવાની છે. આ બેઠકમાં નગરપાલિકાની હદ વિસ્તારમાં સીટી બસ શરૃ કરવા માટેની ચર્ચાઓ થવાની છે. પાલિકાએ સીટી બસ માટે જે ટેન્ડર બહાર પાડયું હતું તેમાં કિલોમીટર દિઠ ગુરૃકૃપા ટ્રાવેલ એજન્સી એલ-૧ તરીકે ઉભરી આવી છે. જેનો ભાવ કિલોમીટર દિઠ ૨૪.૯૯ રાખવામાં આવ્યો છે. આ ભાવો મંજૂર થઈ કારોબારીમાં નિકાલ કરવાનો છે. પરંતુ અમુક સદસ્યો નારાજ હોઈ સીટી બસ મામલે વિરુદ્ધમાં મતદાન થશે તે નક્કી છે. પાલિકાના સુત્રોની માનીએ તો સીટી બસ મામલે લાખોની લેવડ-દેવડની પણ ચર્ચાઓ થઈ રહી છે. જો ખરેખર આ લેવડ-દેવડ થઈ હોય તો પ્રજાને સીટીબસ મોંઘી પડશે તે નક્કી છે. હવે જો લેવડ-દેવડનો મુદ્દો કારોબારીમાં ચમકે અને તેનો હલ આવી જાય તો જ સીટી બસ એ મહેસાણા નગરવાસીઓ માટે મહત્વની રહેશે. સીટી બસ ઉપરાંત જંતુનાશક દવાઓનું વાર્ષિક ટેન્ડરની જોગવાઈ, વર્ષભરનું ઝેરોક્ષની કામગીરી, માલિકીની જગ્યામાં નવીન લોખંડના પોલ ઉભા કરવા માટે જે ટેન્ડર પાડેલું હતું તે યશ કોર્પોરેશનને કામ આપવા બાબત પાલિકાના હદ વિસ્તારમાં સીસી રોડ, પેવર બ્લોક તથા વરસાદી લાઈનનું ઈ-ટેન્ડરીંગ કરવામાં કુલ ૭ એજન્સીઓના નામ આવેલા છે. જેમાં પણ ઘટતું કરી ભાવો મંજૂરી કરી આપવા બાબત સહિતના કામોની ચર્ચાઓ થશે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TZwM6H
No comments:
Post a Comment