કોરોના : માર્ચમાં આવ્યો, જૂલાઈમાં વધ્યો, સપ્ટેમ્બરમાં ટોચ પર, હવે ઘટાડો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 3 November 2020

કોરોના : માર્ચમાં આવ્યો, જૂલાઈમાં વધ્યો, સપ્ટેમ્બરમાં ટોચ પર, હવે ઘટાડો


- રાજકોટમાં તા.૨૭ સપ્ટેમ્બરે સૌથી વધારે ૧૧૨ કેસો,  ઓક્ટોબરના બીજા સપ્તાહથી કેસો સતત ઘટતા ગયા 

- હવે દિવાળી પછી કેસોમાં કેવો ઉછાળો આવે છે તેના પર મહામારીનો છે મદાર 

- એકવાર કોરોના થયો તેને ફરી ન થાય તો પણ હજુ ૯૯.૫૦ ટકા પર ખતરો!

રાજકોટ, તા. 3 નવેમ્બર 2020, મંગળવાર

તા.૧૮ માર્ચે ગુજરાતનો સૌ પ્રથમ વિદેશથી આવેલ કોરોના પોઝીટીવ કેસ  રાજકોટમાં નોંધાયા બાદ સતત ત્રણ મહિના સુધી તે કાબુમાં રહ્યો હતો અને જૂલાઈમાં તે અનલોક થવા લાગ્યો અને કેસો વધવા લાગ્યા બાદસપ્ટેમ્બરમાં આ મહામારીનો સમય ટોચ ઉપર પહોંચ્યો હતો. જેમાં હવે ઘટાડો થયાનું આજે મનપામાંથી પ્રાપ્ત આંકડાકીય વિગતોનું વિશ્લેષણ કરતા જણાયું છે. આ જ ટ્રેન્ડ સમગ્ર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ કેસ સપ્ટેમ્બરમાં રોજ ૪૦૦ને  પાર કરી જતા તે હવે ૬૦ ટકા જેટલા ઘટી ગયા છે. 

સૌરાષ્ટ્રભરમાં કોરોનાના પ્રથમ એક માસમાં વિદેશથી આવનારા લોકોથી, પછી ત્રણ માસ સુધી  હોટસ્પોટ એવા બીજા શહેરો,મહાનગરોથી આવતા લોકોથી કોરોના ફેલાવાનો ખતરો હતો, જૂલાઈ-ઓગષ્ટથી આ સંક્રમણ સ્થાનિક ધોરણે જ ફેલાવા લાગ્યું છે. 

સપ્ટેમ્બરમાં ટોચ ઉપર પહોંચેલો કોરોના ઓક્ટોબરના બીજા સપ્તાહથી સતત ઘટી રહ્યો છે અને હાલ સંક્રમણની સ્થિતિ જૂલાઈમાં હતી તેવી થઈ છે. મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલ કહે છે શહેરમાં વિનામૂલ્યે અને મહત્તમ ટેસ્ટ પર મનપાએ ભાર મુક્યો તે કારણે પહેલા કેસો વધ્યા પણ પછી સંક્રમણ ઘટયું છે પરંતુ, હાલ કેસો એક માસમાં જ ત્રીજા ભાગના થઈ ગયા અને મૃત્યુ નહીવત્ થઈ ગયા છતાં અન્ય દેશોની સ્થિતિ જોઈ આ મહામારીને હજુ જરાય હળવાશથી લઈ શકાય તેમ નથી. આરોગ્ય અધિકારી ડો.લલિત વાંઝાએ જણાવ્યું કે  તા.૧૫ જૂલાઈએ ૩૯ કેસો હતા, ૧૫ ઓગષ્ટે ૬૪, ૧૬ સપ્ટેમ્બરે ૯૪ અને સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેસો ૧૦૦ને પાર થઈ ગયા  હતા પણ ઓક્ટોબરના બીજા પખવાડિયાથી કેસો ઉત્તરોત્તર ઘટી રહ્યા છે.

સપ્ટેમ્બરમાં તા.૬,૨૦,૨૨, ૨૩, ૨૪, ૨૬, ૩૦ એમ ૭ દિવસ અને ઓક્ટોબરમાં તા.૧,૨,૩,૪ અને ૬ એમ ચાર દિવસ શહેરમાં દૈનિક ૧૦૦થી વધુ કેસો નોંધાયા છે અને સૌથી મહત્તમ કેસ તા.૨૭ સપ્ટેમ્બરના રોજ ૧૧૨ નોંધાયા છે. 

આજ સુધીમાં શહેરમાં ૮૬૯૪ પોઝીટીવ કેસ સત્તાવાર ચોપડે નોંધાયા છે જેમાં ૯૩ ટકા દર્દીઓ સાજા થઈ ગયા છે અને હાલ કૂલ માત્ર ૪૦૦ લોકો જ સારવાર હેઠળ છે. મહિના પહેલા માત્ર સિવિલ હોસ્પિટલમાં જ ૫૦૦થી વધુ લોકો સારવારમાં હતા.  આજે ૪૧ કેસો સામે ૬૧ ડિસ્ચાર્જ થયા છે. 

શહેરમાં એક વાર કોરોના થયો હોય તેમાં લગભગ તમામને એન્ટીબોડી આવી જતા હોય છે અને હજુ સુધી એક પણ કેસ બે-ત્રણ માસમાં ફરી કોરોના થયો હોય તેવો નોંધાયો નથી. આ મૂજબ જોઈએ તો શહેરની ૧૭ લાખની વસ્તીમાં ૯૯.૫૦ ટકા લોકોને હજુ કોરોના થઈ શકે છે, થવાનું જોખમ ઘટયું પણ ગયું નથી. 

તંત્રની અને તબીબોની નજર હવે દિવાળી ઉપર છે, ત્યારે સંક્રમણ વધે તો ઝડપથી ફેલાઈને કોરોનાનો નવો રાઉન્ડ આવવાની ભીતિ પણ સેવાય છે. પરંતુ, હાલ દિવાળી સતર્કતાથી પણ મહામારીના ઘટેલા ભય સાથે  ઉજવી શકાશે. 



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32cSbxM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages