મહેસાણા,તા.06 નવેમ્બર 2020, શુક્રવાર
મહેસાણાના વી-માર્ટ મોલમાં મહેસાણા જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં મોલમાં વેચાતા જોનસન એન્ડ જોનસન બીબી વાઈપના પેકેજ પર છાપેલ કિંમત કરતા વધુ કિંમત વસુલાતી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. તો ચણાના પેકેજ પર પણ નિયમાનુસાર કરવાના ઘણા ફરજીયાત નિર્દેશનો પૈકીનુ એકપણ નિર્દેશન કરવામાં આવેલ ન હતા. ઉક્ત દરોડામાં વી-માર્ટ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લા તોલમાપ અધિકારી અને નાયબ નિયંત્રક એન.એમ.રાઠોડ અને તેમની ટીમના નિરીક્ષકો દ્વારા મહેસાણા, અમદાવાદ હાઈવે પર આવેલ વી-માર્ટમાં આકસ્મિક દરોડો પાડયો હતો. જેમાં કચેરીએ મળેલી ફરિયાદની વિગતોની માહિતી બાબતે તપાસ હાથ ધરી હતી. જેમાં માર્ટમાંથી ગ્રાહકે ખરીદેલ જોન્સન એન્ડ જોન્સન બીબી વાઈપના સીલબંધ પેકેજ પર છાપેલ મહત્તમ વેચાણ કિંમત રૃ.૨૩૦ને બદલે ગ્રાહક પાસેથી રૃ.૨૪૫ વસુલ કરવામાં આવ્યા હોવાનું ફલીત થયું હતું. આ અંગે વી-માર્ટ શોપીંગ મોલ ખાતે હાજર જવાબદાર વ્યક્તિઓની સઘન પુછપરછ તેઓએ આ હ્યુમન એરર બનવા પામેલ હોવાનું જણાવેલ. આ બાબતે તેઓ દ્વારા ગ્રાહકની માફી માંગવામાં આવી હતી. પરંતુ ગ્રાહક પાસેથી રૃ.૧૫ વસુલ કર્યા હોવાના આધારપુરાવા આધારે કાર્યવાહી કરાઈ હતી. આ ઉપરાંત મોલમાં વધુ તપાસ હાથ ધરતા સીલબંધ ચણાના પેકેજો પર નિયમાનુસાર ફરજીયાત નિર્દેશનો પૈકીનું એકપણ નિર્દેશન કરવામાં આવેલ ન હોવાથી આ મુદ્દે પણ મોલ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lbeUSs
No comments:
Post a Comment