ચાણસ્મા,તા.08 નવેમ્બર 2020, રવિવાર
મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજીને અમદાવાદ સાથે જોડતી કટોસણ રોડ, બહુચરાજી, ચાણસ્મા, રણુંજ મીટર ગેજ લાઈનને રૃ.૭૮૭ કરોડના ખર્ચે બ્રોડગેજમાં રૃપાંતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં ચુંવાળ પંથકની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. હાલમાં યાત્રાધામ બહુચરાજીથી કામકાજ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
બહુચરાજી વિસ્તારમાં મારૃતિ હોન્ડા સહિતની ૭૦ થી ૮૦ જેટલી કંપનીઓ આવતાં સમગ્ર વિસ્તાર ઓટો મોબાઈલ હબ બની ગયો છે. ત્યારે આ અંતરિયાળ વિસ્તારમાં માલ-સામાનના પરિવહનની સાથે મુસાફરોની સગવડમાં વધારો થાય તે માટે અમદાવાદ-બહુચરાજી-ચાણસ્મા-રણુંજ વચ્ચેની મીટરગેજ રેલવે લાઈનને બ્રોડગેજ લાઈનમાં ફેરવવાની ત્રણ વર્ષ અગાઉ કેન્દ્રીય રેલવે બજેટમાં જાહેરાત કરાયા બાદ સપ્ટેમ્બર ૨૦૧૮માં મીટરગેજ ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. અઢી વર્ષ બાદ હવે બ્રોડગેડ લાઈનનું કામ શરૃ થતાં સ્થાનિક વેપારીઓમાં આનંદનીલાગણી છવાઈ છે. ૬૫ કિમીની આ રેલવે લાઈન માટે કુલ રૃ.૭૮૭ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જેના પ્રથમ તબક્કામાં કટોસણ રોડ-બહુચરાજીના ૨૭.૫ કિમીને આવરી લેવાયો છે. જેનો અંદાજિત ખર્ચ રૃ.૩૭૫ કરોડ છે. પ્રથમ તબક્કાનું કામ હાલમાં હાથ ધરાયું છે. મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે રેલ મંત્રાલય દ્વારા બંને તબક્કાના પ્રોજેક્ટની કુલ કિ.રૃ.૭૮૭ કરોડ અને સુધારેલી શેર હોલ્ડીંગ પેટર્નમાં જી-રાઈડના ૪૫ ટકા, જીઆઈડીસીના ૨૯ ટકા અને મારૃતિ સુઝુકીના ૨૬ ટકાને મંજુરી અપાઈ છે. આ રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થતાં મહેસાણા અને પાટણ જિલ્લાના મુસાફરો-યાત્રિકોને ખુબ મોટો લાભ થશે. જ્યારે માલ પરિવહનની સુવિધામાં પણ વધારો થશે.
કામ વહેલી તકે પૂર્ણ થાયતેવી માંગ
હાલમાં છેલ્લા અઢી વર્ષથી ટ્રેનો બંધ હોઈ કટોસણ રોડ, ચાણસ્મા સહિતના અંતરિયાળ વિસ્તારના લોકો કે જે ખરીદી માટે બહુચરાજી આવતા હોય છે. તેમણે પુરતી વાહન વ્યવહારની સુવિધા ન હોઈ ભારે હાલાકી વેઠવી પડે છે. જેથી આ રેલવે લાઈન વહેલી તકે શરૃ થાય તેવું આ વિસ્તારની જનતા ઈચ્છી રહી છે. આ રેલવે તેમના માટે આશીર્વાદ સમાન છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U8VpOo
No comments:
Post a Comment