પાલનપુર તા.11 નવેમ્બર 2020, બુધવાર
કોવિડ૧૯ મહામારીને લઇ સમગ્ર વિશ્વામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના તેમજ માર્ગ અકસ્માતના બનાવોમાં મૃત્યુ પામેલા ૫૧ મૃતકોની પાલનપુરના પ્રજ્ઞાાચક્ષુ ફાઉન્ડેશન દ્વારા હરિદ્વાર ખાતે વિધિ વિધાન મુજબ અસ્થિ વિસર્જન અને તર્પણ વિધિ કરવામાં આવી છે.
કોરોના પ્રકોપે સમગ્ર વિશ્વામાં કહેર વર્તાવ્યો છે આ ચેપી વાઇરસને લઇ અનેક કમનસીબ લોકો મોતને ભેટયા છે. જોકે લોકડાઉનના સમયે કોરોનાના કારણે મોતને ભેટેલાં લોકોના અંતિમ દર્શન અને અંતિમ વિધિથી પણ પરિવાજનો વંચિત રહ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના કારણે અનેક લોકો મોતને ભેટયા છે. તેમજ જુદા જુદા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા અજાણ્યા મૃતકો કે જેમની ધાર્મિક અંતિમ વિધિ થઇ નથી તેવા મૃતાત્માઓના મોક્ષ માટે પાલનપુરના સેવાભાવી પ્રજ્ઞાાચક્ષુ ફાઉન્ડેશનના ચેરમેન કમલેશભાઇ શાહ અને હીરાભાઇ પઢીયાર દ્વારા કોરોના અને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ બનાસકાંઠાના ૫૧ મૃતકોની સ્મશાન ગૃહમાંથી અસ્થિઓ મેળવીને આ અસ્થિઓને સ્વખર્ચે હરિદ્વાર લઇ જવામાં આવી હતી. જ્યાં ગંગાકાંઠે હર કી પેડી ખાતે ભુદેવોની ઉપસ્થિતિમાં હિન્દુ ધાર્મિક વિધિ વિધાન મુજબ અસ્થિ વિસર્જન અને તર્પણ વિધી યોજવામાં આવી હતી. તેમજ કોરોના મૃતકોના આત્માને મોક્ષ અને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kmqaKs
No comments:
Post a Comment