કોરોનાના ભરડા વચ્ચે અંતે સં.2076ની વસમી વિદાય - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 12 November 2020

કોરોનાના ભરડા વચ્ચે અંતે સં.2076ની વસમી વિદાય

- આશ્ચર્ય એ વાતનું છે કે પૈસાદાર વધુ પૈસાદાર બન્યો છે અને ગરીબ વધુ  ગરીબ બન્યો છે..


વિક્રમ સંવત ૨૦૭૬ના કેલેન્ડરનું છેલ્લું પાનું અને તેની છેલ્લી તારીખોને નવા વર્ષના ટકોરા સંભળાઇ રહ્યા છે. જેમના ઘેર કેલેન્ડરના ડટ્ટા વપરાય ચે તેમને ત્યાં છેલ્લા બે પાનાં બચ્યા હશે. આ ડટ્ટાની વિશેષતા એ હોય છે કે તેને જ્યારે પહેલા દિવસે લટકાવાય ત્યારે તે ૩૬૫ પાનાનો મોટો જથ્થો હોય છે, તે ડટ્ટા તરીકે પ્રચલિત થયો હતો. તેના પાના રોજ ે રોજ એક પછી એક ઓછા થતા જાય છે. જે ઘરના લોકોને સંકતે આપે છે કે જીવનમાં એક દિવસ ઓછો થાય છે અને છેલ્લે તેના માંડ બે પાના બચશે ત્યારે તેની જગ્યાએ નવો ડટ્ટો આવી જશે. 

સંવત ૨૦૭૬ના વર્ષમાં માનવ સમુદાયને કોરોના વાઇરસ જોરદાર ડંખ મારી ગયો છે અને લોકોને આરોગ્ય પ્રત્યેની જાગૃતિનું મહત્વ સમજાવી ગયો છે. ૨૦૭૬ના પ્રારંભથીજ કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી હતી અને અંત સુધીમાં તો તેણે માનવજાત ફરતે ભરડો લઇ લીધો હતો. લોકો રોજ નવતર ઉકાળા  પીને પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પ્રયાસ કર્યા કરતા હતા . ઘેર ઘેર ઇમ્યુનિટી નામનો શબ્દ ચર્ચાવા લાગ્યો છે. ૨૦૭૬ની વિદાય સાથે કોરોના જવા તૈયાર નથી તે દેખાઇ રહ્યું છે. ૨૦૭૭ના પ્રારંભ વખતે એટલેકે આવતા સોમવારે પણ કોરોનાગ્રસ્ત હજારો લોકો હોસ્પિટલમાં સારવાર લેતા હશે લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ હશે અને હજારો લોકો તેમના ઘેર કોરોનાના કારણે થયેલા મૃત્યુના શોકમાં નવા વર્ષની ઉજવણી નહીં કરી શકે.

કોરોનાએ આખા જગતને આર્થિક મંદી તરફ ધકેલી દીધું છે પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે પૈસાદાર વધુ પૈસાદાર બન્યો છે અને ગરીબ વધુ   વધુ ગરીબ બન્યો છે. ૨૦૭૬નું વર્ષ બેઠું ત્યારે કોઇએ કલપ્યું પણ નહોતું કે તેના પર કોરોના કબજો જમાવી દેશે. કોરોનાએ લોકોને વર્કફ્રોમ હોમ કરતા કરી દીધા તે તો ઠીક  પણ અનેક ને ધંધા વિનાના બનાવી દીધા હતા. અનેક વ્યવસાયો ખાસ કરીને ટુરીઝમ વ્યવસાયને મોટો ફટકો પડયો છે. સર્વિસ સેકટર સાથે સંકળાયેલા તમામ નાના મોટા વ્યવસાયો લગભગ ઠપ્પ થઇ ગયા છે. રોજો રોજની આવક પર નિર્ભર રહેતા લોકો કોરોના પ્રસરાવનાર ચીન ગાળો ભાંડતા હોય છે. સત્તાવાળાઓએ અનેક મોરચે ઝઝૂમવું પડયું હતું. સરકારે આપેલા રાહત પેકેજથી મોટા માથાઓને કદાચ રાહત થઇ શકે પરંતુ નાના દુકાનદારોના ભાગે તો ચપ્પણીયું પણ નથી આવ્યું. આખું વર્ષ કોરોનાની ફરતે રહ્યું છે. લગભગ દરેક તહેવારોની ઉજવણી ફિક્કી રહી હતી. સૌથી પ્રિય એવી નવરાત્રી પણ ઉજવી શકાઇ નહોતી. ઝૂમ જેવી ઓનલાઇન એપ્લિકેશનો કામમાં આવી હતી પરંતુ તેમાં કોઇ ઉત્સવની મજા લૂંટી શકતું નહોતું. લોકો માસ્ક પહેરવા જેટલી જાગૃતિ બતાવતા થઇ ગયા છે. પોલીસે લોકોને દંડ ફટકારીને માસ્ક પહેરતા કર્યા હતા. 

માસ્ક નહીં પહેરનાર ડોનાલ્ડ ટ્રમ્પ જેવા મહારથીઓએ હારનો સ્વાદ ચાખવો પડયો હતો.  ભારતમાં યોજાઇ રહેલી ચૂંટણીઓ દરમ્યાન લોકો માસ્ક ફગાવીને બિન્દાસ્ત ફરતા હતા. લોકો પોતાની જાત બાબતે ગંભીર નથી તે દેખાઇ આવે છે. ૨૦૭૬ની વિદાયને વસમી વિદાય કહી શકાય. આ વર્ષ દરેકને યાદ રહેશે. રોજ કેટલા પોઝીટીવ કેસ આવ્યા અને કેટલા મોતને ભેટયા તે વાંચીને લોકો નેગેટીવ બનવા લાગ્યા હતા. એટલેજ જ્યારે લોકડાઉન ખુલ્યું ત્યારે લોકો કોરોનાના ડરને મનમાંથી બહાર કાઢીને મેદાનમાં આવી ગયા હતા.

૨૦૭૬ના વર્ષ દરમ્યાન કોરોનાએ સત્તાવાળાઆનેે હૂક પર રાખ્યા હતા. લાખો મજૂરોની હિજરતથી માંડીને નવેસરથી ધંધા વ્યવસાય શરૂ કરવા સુધી સરકારે ટેન્શન અનુભવ્યું હતું વર્તમાન દિવાળીના તહેવારોમાં પણ લોકો સોશ્યલ ડિસ્ટન્સ નામના મંત્રને ભૂલી ગયા છે.સત્તાવાળાઓ પણ લાચાર બનીને બજારમાં ઉમટેલી ભીડ સામે જોઇ રહ્યા છે. દરેકના મનમાં એ મૂંઝવણ છે કે નવા વર્ષમાં કોરોનાનો વધુ એક  વિસ્ફોટ જોવા મળશે. ગુજરાતી કેલેન્ડર ૨૦૭૬ની બીજી એક ખાસિયત એ જોવા મળી છે કે લોકો વધુ ધાર્મિક થયા છે. કુટુંબ પ્રેમી થયા છે અને કરકસર કરતા થયા છે  ખરેખર ૨૦૭૬ કાયમ માટે યાદ રહેશે કેમકે તેણે મનુષ્યને લાચાર બનાવી દીધો હતો. પ્રસંગપટમાં વેપાર, શેરબજાર, રાજકારણ, સાયન્સ,ટેકનોલોજી સોશ્યલ નેટવર્ક સહિતના અનેક વિષયોની છણાવટ કરાય છે. નવા વર્ષના આગમને કોલમના સર્વ વાચકોને નૂતન વર્ષાભિનંદન..



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3niuEDH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages