
મુંબઈ,તા.7 નવેમ્બર, 2020, શનિવાર
આ વર્ષે મહારાષ્ટ્રની અધિકાશ યુનિવર્સિટી કોલેજોમાં અંતિમ વર્ષની પરીક્ષા ઓનલાઈન લેવાઈ હતી. છતાંય આશરે ૨.૪ લાખ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા માટે પૂરતી સુવિધાના અભાવે ઓનલાઈન પરીક્ષા આપી હતી.
રાજ્યના ઉચ્ચ તેમ જ તંત્રશિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતીનુસાર ઔરંગાબાદની ડૉ.બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના ૪૫,૫૦૦ જેટલાં અર્થાત ૬૫ ટકા વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા આપી. જ્યારે નાંદેડની સ્વામી રામાનંદ તીર્થ મરાઠવાડા યુનિવર્સિટીના ૫૬ ટકા વિપ્ર્થી આશરે ૧,૦૭,૧૨૪ વિદ્યાર્થીઓ તો પુણે યુનિવર્સિટી અને અમરાવતી યુનિવર્સિટીના અનુક્રમે ૩૦,૦૦૦ અને ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓએ ટેકનોલોજીને અભાવે ઓફલાઈન પરીક્ષા આપવાનું પસંદ કર્યું હતું. જ્યારે મુંબઈ યુનિવર્સિટી નાગપુર યુનિવર્સિટી, એસએનડીટી યુનિવર્સિટી, યશવંતરાવ ચવાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટી અને મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ ટેકનિકલ યુનિવર્સિટીના લગભગ ૧૦૦ ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઈન પપરીક્ષાનો જ વિકલ્પ સ્વીકાર્યો હતો.
આ વર્ષે મહારાષ્ટ્રમાં અકૃષિ વિદ્યાપીઠોમાં કુલ ૧૦.૫૪ લાખ વિદ્યાર્થીઓએ અંતિમ વર્ષની પરીક્ષા આપી. જોકે રાજ્યભરની અમુક યુનિવર્સિટીના થોડાં કોર્સના પરિણામ હજી જાહેર થવાના બાકી છે, છતાંય અધિકાંશ યુનિવર્સિટીઓના પાસિંગ પર્સેન્ટજ આ વર્ષ વધીને ૯૦ ટકાથી વધુના રહ્યા છે.
દરમ્યાન આ વર્ષે વિદ્યાર્થીઓને મળનારાં રિઝલ્ટમાં કોઈ ફેરફાર હશે નહીં. જેમ દર વર્ષે રિઝલ્ટ વિદ્યાર્થીઓને મળે છે, આ વર્ષે પણ તેવી જ પ્રત અપાશે. એવું ઉચ્ચ શિક્ષણમંત્રીિએ સ્પષ્ટ કર્યું છે.
કોલેજો શરૃ કરવા દિવાળી બાદ નિર્ણય લેવાશેઃ ઉદય સામંત
દેશની યુનિવર્સિટીઓ સહિત કોલેજો શરૃ કરવા યુજીસીએ સવિસ્તાર માર્ગદર્શિકા જાહેર કરી છે. પરંતુ મહારાષ્ટ્રમાં યુનિવર્સિટી, કોલેજો શરૃ થવા માટે હજી વિદ્યાર્થીઓએ રાહ જોવી પડશે. કારણ રાજ્યની કોલેજો શરૃ કરવા હજી કોઈ નિર્ણય લેવાયો નથી. દિવાળી બાદ કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરી મુખ્યમંત્રી, કુલગુરુની બેઠક લઈ બાદમાં નિર્ણય લેશું, એવું ઉચ્ચતંત્ર શિક્ષણમંત્રી ઉદય સામંતે જણાવ્યું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38nfp8g
No comments:
Post a Comment