કોરોનામાંથી રિકવરી : યુરોપના ચાર મોટા અર્થતંત્રોએ વૃદ્ધિ નોંધાવી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 30 October 2020

કોરોનામાંથી રિકવરી : યુરોપના ચાર મોટા અર્થતંત્રોએ વૃદ્ધિ નોંધાવી


ન્યુ યોર્ક, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 91,295 કેસો નોંધાવા સાથે કુલ કેસોની સંખ્યા 8.94 મિલિયન થઈ છે તો જાપાનમાં 800 નવા કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોનો આંક એક લાખે પહોંચ્યો છે.

યુકેમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી રોજ કોરોનાના નવા સરેરાશ 20,000 કેસો નોંધાઈ રહ્યા છે. આ જ સમયગાળામાં યુકેમાં રોજ સરેરાશ 200 જણાના મોત પણ નોંધાયા છે. બ્રિટિશ વિદેશ પ્રધાન ડોમિનિક રાબે જણાવ્યું હતું કે કોરોનાના વધતા જતાં કેસોને કાબૂમાં લેવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અનિવાર્ય બની ગયું છે.

બીજી તરફ યુકેના અર્થતંત્રનો રિવ્યુ કરતાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જણાવ્યું હતું કે યુકેની સરકારે કોરોના મહામારીને કારણે પડેલાં આર્થિક ફટકામાંથી ઉગરવા માટે કામદારો અને બિઝનેસને ટેકો આપવા નાણાં વાપરવાનું ચાલુ રાખવું જોઈએ. જો કે, ભંડોળે સ્વીકાર્યું હતું કે તેમની આગાહી જાહેર થયા પછીના પખવાડિયામાં વૃદ્ધિ થવાની શક્યતાઓ ઓર પાંખી બની છે.

જોકે, યુકેના રિઅલ એસ્ટેટ  માર્કેટમાં મહામારી વચ્ચે પણ તેજી જોવા મળી છે. બિલ્ડિંગ સોસાયટીએ જણાવ્યું હતું કે યુકેમાં ઘરોના ભાવોમાં 2015 બાદ આ મહિને સૌથી મોટો વધારો નોંધાયો છે. એક વર્ષ અગાઉ જે ભાવ હતા તેમાં 5.8 ટકાનો એટલે કે 2,27,825 પાઉન્ડનો વધારો થયો છે. યુકેમાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડના જણાવ્યા અનુસાર લોન મંજૂર કરાવનારાઓની સંખ્યા પણ આ વર્ષે તેર વર્ષમાં સૌથી વધારે જણાઈ છે.

યુએસમાં પણ ગૂગલના એડ બિઝનેસમાં ધાર્યા કરતાં વધારે સારી રેવન્યુ અને કમાણી થવાને પગલે આલ્ફાબેટના શેરના ભાવમાં 9 ટકાનો વધારો જણાયો હતો. અગાઉ ટ્રેડિંગમાં ત્રણ ટકાની રેલી જોવા મળતાં આલ્ફાબેટની સ્ટોક માર્કેટ વેલ્યુમાં એક જ દિવસમાં 100 અબજ ડોલરનો વધારો થયો હતો. જો કે, યુએસ સરકારે કંપની સામે સીમાચિન્હ રૂપ એન્ટી ટ્રસ્ટ દાવો નોંધાવ્યો હોવાથી હવે તેના બિઝનેસ બાબતે અનિશ્ચિતતા પ્રવર્તે તો નવાઈ નહીં.

તો જર્મનીમાં કોરોના મહામારીને કારણે ફેલાયેલી મંદીમાંથી અર્થતંત્રને ઉગારવામાં ગ્રાહકો દ્વારા થતાં ખર્ચ અને નિકાસમાં થયેલો વધારો સહાયરૂપ પુરવાર થયા છે. ત્રીજા ક્વાર્ટરમાં જર્મનીની ઇકોનોમી 8.2 ટકાના વિક્રમસર્જક દરે વિકસી છે. પરંતુ ફ્રાન્સના મોટા ઓઇલ અને ગેસ પ્રોડયુસર ટોટલે ત્રીજા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં ગાબડું પડવાને પગલે ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ઘટાડી નાંખ્યા છે.

કંપનીએ ડિવિડન્ડ જાળવી રાખ્યું છે પણ ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ પહેલાં જે 14 અબજ ડોલરનો હતો તેને ઘટાડીને 13 અબજ ડોલરનો કર્યો છે. યુરોઝોનની ચાર મોટી ઇકોનોમીએ ત્રીજા ક્વાર્ટરમાં ધાર્યા કરતાં બહેતર વૃદ્ધિ નોંધાવી છે પણ કુલ પેદાશ મહામારી પૂર્વે હતી તે સ્તરે જ રહી છે. જર્મનીની ઇકોનોમીમાં 8.2 ટકા, ફ્રાન્સની ઇકોનોમીમાં 18.2 ટકા, ઇટાલીની ઇકોનોમીમાં 16.1 ટકા અને સ્પેનની ઇકોનોમીમાં 16.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GhpQig

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages