વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કોરોના પોઝિટિવ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 5 October 2020

વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કોરોના પોઝિટિવ


(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. ૫
વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કાયલીઘ મેકનાનીનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. પ્રમુખ ટ્રમ્પનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો તેના ત્રણ દિવસ પછી પ્રેસ સેક્રેટરીને પણ કોરોનાના લક્ષણો જણાયા હતા. પ્રેસ સેક્રેટરીએ ખુદ ટ્વીટરમાં આ અંગેની જાણકારી આપી હતી. તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોના પણ રીપોર્ટ થયા છે, પરંતુ તે અંગે વ્હાઈટ હાઉસે સત્તાવાર કોઈ જ નિવેદન આપ્યું ન હતું. ગત ગુરુવારે કાઈલીઘે પ્રેસને સંબોધન કર્યું હતું. એ પછી ટ્રમ્પનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તેમણે પણ જાહેરમાં કોઈ સંબોધન કર્યું ન હતું. ટ્વીટરમાં પ્રેસ સેક્રેટરીએ કહ્યું હતું કે ગત ગુરુવારથી દરરોજ તેનો રીપોર્ટ નેગેટિવ આવતો હતો, પરંતુ સાવધાનીના ભાગરૃપે ફરીથી રીપોર્ટ થયો તો પોઝિટિવ આવ્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F4f8Lj

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages