
લંડન, તા. ૨૬
બ્રિટિશ મીડિયાએ દાવો કર્યો હતો કે બ્રિટનની હોસ્પિટલોમાં નવેમ્બર માસમાં જ કોરોનાની વેક્સિન મળી જશે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર થયેલી રસીનો પહેલો જથ્થો નવેમ્બર માસમાં બ્રિટનની હોસ્પિટલોમાં મળી જાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બ્રિટનના મીડિયા અહેવાલોમાં હોસ્પિટલોના સોર્સને ટાંકીને કહેવાયું હતું કે તેમને વેક્સિનની તૈયારી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. સંભવતઃ નવેમ્બરની શરૃઆતના સપ્તાહમાં જ વેક્સિનનો જથ્થો મળી જાય એવું કહેવાય છે.
સરકાર સંચાલિત નેશનલ હેલ્થ સર્વિસના અધિકારીઓને હોસ્પિટલોમાં વેક્સિન આપી શકાય તે માટેની પૂર્વ તૈયારીનો આદેશ મળ્યો છે. લંડનની હોસ્પિટલોમાં સૌપ્રથમ રસી અપાશે અને તે પછી બ્રિટનના અન્ય શહેરોમાં વેક્સિનનો જથ્થો પહોંચતો કરાશે એવો દાવો અહેવાલોમાં થયો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34vnJ3s
No comments:
Post a Comment