(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગુરુવાર
સુરતની માત્ર 7 દિવસની બાળકીમાં એમઆઈએસસી બીમારીનો કેસ જોવા મળ્યો છે. વિદેશ સહિત સુરતમાં આવા કેટલાક કેસ આવ્યા છે તેમાં આ બીમારીમાં બાળકી વિશ્વની સૌથી નાની વયની દર્દી હોવાનો દાવો કરાયો છે.
સુરતના ભંડેરી પરિવારની બાળકીને જન્મના ત્રણ દિવસ બાદ તાવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ પણ પાંચ-છ દિવસની સારવાર બાદ પણ તાવ ન ઉતરતા કોરોના ટેસ્ટ કરાયો હતો. તે નેગેટીવ આવતા ડોક્ટરોએ ફરી બાળકીની સારવાર શરૂ કરી હતી. પરંતુ બાળકીની તબિયત લથડી રહી હતી અને હલચલ ન થતા ડોક્ટરોને કોરોના મહામારીમાં બાળકોને થતી એમઆઈએસ-સી ની શંકા થઈ હતી.
બાળકી અને માતાનો એન્ટીબોડી ટેસ્ટ કરાયો તેમાં જેમાં બંનેનો પોઝિટિવ આવતા ડોક્ટર પણ ચકિત થઈ ગયા હતા. કારણકે બાળકીની માતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે માતા કોરોના પોઝિટિવ હતી તે અંગે કોઈને જાણ ન હતી અને કોરોના નેગેટીવ થયા બાદ માતાના બોડીમાં એન્ટીબોડી બનીને બાળકીના શરીરમાં પ્રવેશયા હતા.
આટલી નાની ઉંમરના દર્દીમાં એન્ટીબોડી મળ્યા હોય તેવો આ વિશ્વમાં પ્રથમ કેસ હોવાનો ડોકટરે દાવો કર્યો છે. આ અંગે તેઓ કેન્દ્ર સરકારને જાણ કરાશે. જેથી આવા લક્ષણ વગરના બાળકોની યોગ્ય સમયે સારવાર થઈ શકે. કારણે તેમની સારવાર યોગ્ય સમય થઈ શકે. અન્ય બાળકોની માફક આ બાળકીને સારવાર અપાતા 15 દિવસ બાદ તે સાજી થઈ ગઈ છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iApVL6
No comments:
Post a Comment